- ઊંઝાના ધારાસભ્ય આશાબેનને અપાઈ અંતિમ વિદાય
- સિદ્ધપુરના મુક્તિધામ આશાબેનના કરાયા અંતિમ સંસ્કાર
- અશ્રુભીની આંખે ભાઈએ મુખાગ્નિ આપી
પાટણ: ઊંઝાના ધારાસભ્ય અને પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) પૂર્વ સેનેટ સભ્ય, પરીક્ષા સમિતિના પૂર્વ ચેરમેન (Examination Committee Former Chairman) અને વર્ષ 2020માં યુવા વિધાયક એવોર્ડથી સન્માનિત ડો.આશાબેન પટેલનું ડેન્ગ્યુની બીમારીથી અમદાવાદ ખાતે મૃત્યુ થયા બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા ખાતે લાવી APMCમાં લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના હજારો લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
તેમના ભાઈએ અશ્રુભીની આંખે મુખાગ્નિ આપી
સોમવારે સવારે તેમની અંતિમયાત્રા હજારોની માનવમેદની વચ્ચે નિકળી હતી. જે ઊંઝાથી માદરે વતન વિસોળ અને ત્યાંથી સિધ્ધપુર સરસ્વતી મુક્તિધામ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, GIDCના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, મોરબીના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ, સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના ધારાસભ્યોએ રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચંદનના લાકડા પર તેમના પાર્થિવ દેહને મૂકી તેમના ભાઈએ અશ્રુભીની આંખે મુખાગ્નિ આપી હતી.