ગુજરાત

gujarat

ETV Bharat / state

Presentation to Start Trains : પાટણથી સ્પેશિયલ મુંબઇ અને દિલ્હીની ટ્રેનો ચાલુ કરવા સાંસદની રજુઆત - Gujarat Railway Department

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ રેલવે ટ્રેનને લઈને રેલવે પ્રધાનને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પાટણથી સુરત અને મુંબઈની દૈનિક સ્પેશિયલ ટ્રેન શરુ (Presentation to Start Trains) કરવા માગણી કરી છે. આ ઉપરાંત પાટણ રેલવે તંત્રને (Patan Railway System) કોલેજ રોડ અંડરપાસને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે.

Presentation to Start Trains : પાટણથી સ્પેશિયલ મુંબઇ અને દિલ્હીની ટ્રેનો ચાલુ કરવા સાંસદની રજુઆત
Presentation to Start Trains : પાટણથી સ્પેશિયલ મુંબઇ અને દિલ્હીની ટ્રેનો ચાલુ કરવા સાંસદની રજુઆત

By

Published : Feb 11, 2022, 7:27 AM IST

પાટણ : પાટણને બ્રોડગેજ રેલવે લાઈન અને ત્યારબાદ ઇલેક્ટ્રિક (Patan Railway System) લાઈન મળી છે. પરંતુ પાટણ વિસ્તારની પ્રવાસી જનતાની રેલવે ટ્રેન ની અનેકવારની માગણીઓ અને રજૂઆતો સંતોષવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે નારાજગી પ્રસરી છે. ત્યારે પાટણના સાંસદ દ્વારા પાટણથી અગાઉના ટાઇમટેબલ મુજબની અને નવી લોકલ, ડેમુ તેમજ એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરવા રેલવે પ્રધાનને લેખિત (Presentation to Start Trains) રજુઆત કરવામાં આવી છે.

પાટણથી મુંબઈની સ્પેશિયલ ટ્રેન શરુ કરવા માગણી

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની રેલવે પ્રધાનને રજુઆત કરી

સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ, પટોળા જોવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ તેમજ મુંબઈ વસતા જૈનોની અવરજવરને ધ્યાનમાં રાખીને વર્ષોની માગણી મુજબ પાટણથી સુરત અને મુંબઈની દૈનિક સ્પેશિયલ ટ્રેન શરુ (Demand to Start Mumbai Train from Patan) કરવા માગણી કરી હતી. અત્યાર સુધી પાટણને ક્યારેય મુંબઈ કે સુરતની સીધી ટ્રેન સેવા મળેલી નથી. જેના કારણે પાટણનો વિકાસ રૂંધાઇ જાય છે. આ રૂટ પર પાટણ મહેસાણા વચ્ચે સંપૂર્ણ ટ્રેક વિદ્યુતિકરણમાં (ઇલેક્ટ્રિલાઈન) પરિવર્તિત કરી દેવામાં આવેલા છે.

આ પણ વાંચોઃFirst Electric Trail Train in Patan: પાટણ મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રિક એન્જિનની ટ્રેનનું પ્રથમ ટ્રાયલ, DRM સહિતના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

પાટણથી દિલ્હી ટ્રેન શરૂ કરવા રજુઆત

વધુમાં જણાવ્યું હતું કે, પાટણ મહેસાણા અને પાટણ ભીલડી વચ્ચે વધુ પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા અને ભીલડી-પાટણ-મહેસાણા વચ્ચે લોકલ અને ડેમુ ટ્રેન તાત્કાલિક ચાલુ કરવા (Introduction to Start Delhi Train from Patan) રજૂઆત કરી હતી. પાટણ-કાંસા-ભીલડી લાઇન ઇલેક્ટ્રિક લાઈન બનાવવા છતાં હાલ આ રૂટ પર સૌથી વધુ ગુડ્ઝ ટ્રેનો ચાલી રહી છે. ત્યારે પાટણથી સીધી નવી દિલ્હી ટ્રેન અને પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા (Gujarat Railway Department) માટેની રજૂઆત કરી હતી.

કોલેજ અંડર પાસ પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા કરી માંગ

પાટણ કોલેજ રોડ પર રેલવે તંત્ર દ્વારા અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જે ખૂબ જ સાંકડો છે તેમજ રાહદારીઓ માટે ચાલવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેને કારણે આ રોડ પર આવેલી સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે આર્ટસ, કોમર્સ સાયન્સ અને લો કોલેજ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે. અને આ શૈક્ષણિક સંસ્થાઓમાં 10000થી વધુ વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકીઓ પડે છે. રેલવે વિભાગ (Patan Railway Department) દ્વારા તાજેતરમાં જ અંડર પાસ ઉપર બંને સાઇડ મોટી દીવાલો ચણી દેવામાં આવી છે. તેને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા બાળકો આ ઊંચી દિવાલો કૂદીને જીવના જોખમે શાળા-કોલેજોમાં જઈ રહ્યા છે. માટે તાત્કાલિક ધોરણે આ અન્ડર પાસ પર ફૂટ ઓવર બ્રીજ બનાવવામાં આવે તે બાબતે રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃPatan Railway Track : પાટણ કોલેજ કેમ્પસ નજીક રેલવે ટ્રેક પાસેની દિવાલ વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ

ABOUT THE AUTHOR

...view details