● વીર મેઘમાયા મેમોરિયલ ખાતે ચાલી રહેલી કામગીરીની સાંસદે કરી સમીક્ષા
● પાટણમાં 11 કરોડના ખર્ચે બની રહ્યું છે વીર મેઘમાયા સ્મારક
● સાંસદ કિરીટ સોલંકીએ અધિકારીઓને આપી જરુરી સુચનઓ
પાટણઃ નિર્માણાધિન વીર મેઘમાયા સ્મારક સંકુલની વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં ચેરમેને સ્થળ નિરિક્ષણ કરી કામગીરીની સમિક્ષા કરી હતી.
પાટણ ખાતે નિર્માણાધીન વીર મેઘમાયા સ્મારકની સાંસદ કિરીટ સોલંકીએ મુલાકાત લીધી - પાટણ લેટેસ્ટ ન્યૂઝ
પાટણ ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા સ્મારક સંકુલની વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં ચેરમેને સ્થળ નિરિક્ષણ કરી કામગીરીની સમિક્ષા કરી હતી.
નવસો વર્ષ અગાઉ જનહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા વિર મેઘમાયાની સ્મૃતિમાં કુલ રૂપિયા 11 કરોડના ખર્ચે નિર્માણ પામનારા રિસર્ચ સેન્ટર અને કમ્યુનિટિ હૉલ સહિતના સ્મારક સંકુલના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 7.45 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આપવામાં આવેલા અનુદાનથી સ્મારક સહિતનું બાંધકામ પ્રગતિમાં છે, ત્યારે વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ રૂબરૂ નિરિક્ષણ કરી કામગીરીની સમિક્ષા ઉપરાંત જરૂરી સુચનો કર્યા હતા.
સાંસદની આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ, મામલતદાર સહિતના અધિકારીઓ તથા મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.