પાટણઃ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષથી પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની અનોખી પરંપરા છે. આ પરંપરા (Holi traditions in Gujarat )મુજબ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતાને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર લાંબી દોડ (Mothers Race in Brhamanvada)લગાવવી પડે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે.
વિદેશથી પણ માતાઓ દોડવા આવે છે - અહીં પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો સવાલ છે. જેથી માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર સુધી ખુલ્લા પગે દોડે છે.ગામમાં પહેલા પુત્રની માતા આ પ્રતિયોગિતામાં ચોક્કસથી ભાગ લે છે અને તેવું ઈચ્છે છે કે તેનો પ્રથમ નંબર આવે. જેથી તેના દીકરાનું સ્વાસ્થ્ય સારૂં અને મજબૂત બને. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં પહેલા પુત્રની માતા હાથમાં નારીયેળ અને ત્રિશૂલ લઇ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિર પરિસરથી 2 કિલોમીટર સુધી દોડે છે અને વેરાઈ માતાના મંદિરે દોડપૂર્ણ કરે છે. વિદેશમાં રહેતા બ્રાહ્મણવાડા ગામના પરિવારજનો આ દિવસે અચૂક ગામમાં આવે છે અને સદીઓની આ પરંપરાને (Cultural Heritage of Gujarat )નિભાવે છે આ વર્ષે પણ ન્યુઝીલેન્ડ ખાતે રહેતી રિદ્ધિ ચૌધરી નામની મહિલા આવી હતી અને દોડમાં (Mothers Race in Brhamanvada)ભાગ લીધો હતો.