સિદ્ધિ સરોવરમાં બે બાળકોની માતાએ ઝંપલાવ્યું પાટણ: પાટણના શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવર ફરતે અનેક રજૂઆતો અને માંગણીઓ છતાં સરક્ષણ દિવાલ બનાવવામાં નહીં આવતા તે સુસાઇડ પોઇન્ટ બન્યું છે. જિંદગીથી નાસીપાસ થયેલા કે પછી ઘર કંકાસથી કંટાળેલા શહેરીજનો અવારનવાર આ વિશાળ સરોવરમાં મોતની છલાંગ લગાવી જિંદગીનો અંત લાવે છે. મોદી પરિવારની બે બાળકોની માતા એવી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર આ સરોવરમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી.
વધુ એક મહિલાએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી મહિલાનો આપઘાત: આપઘાત કરનાર મહિલાના મૃતદેહ પાણીની સપાટી ઉપર તરતો જોવા મળતા સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડના તરવૈયાઓ બોલાવી મૃતદે બહાર કાઢી પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પરણીત મહિલાના આપઘાતને લઈ પાટણ મોદી સમાજમાં અનેક તર્ક વિતરકો વહેતા થયા છે.
આ પણ વાંચોભાદર કેનાલનું પાણી ઉભરાતા ખેડૂતોના ખેતરમા પાણી ફરી વળ્યું, પાકને ભારે નુકસાન
પરિવારજનોમાં શોક:પ્રાપ્ત વિગતો મુજબ પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલ દેવનગરી સોસાયટીમાં રહેતી બે બાળકોની માતા દીક્ષીતાબેન જીગ્નેશભાઈ ઘીવાલા (મોદી)એ કોઈ અગમ્ય કારણોસર સિદ્ધિ સરોવરના ઊંડા પાણીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. સવારના સમયે પાણીની સપાટી ઉપર મહિલાનો મૃતદેહ તરતો દેખાયો હતો. જેની જાણ થતા પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડના તરવૈયા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી ઓળખ વિધિ કરી પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પરિણીતાને મૃત હાલતમાં જોઈ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ પણ વાંચોSON IN CUSTODY Son Killed Mother : માતાએ મોબાઈલ જોવાની ના પાડતા પુત્રએ કરી હત્યા
પોલીસ તપાસ શરૂ:પાટણ એ ડિવિઝન આર.એમ પરમારે પરિણીત મહિલાની આત્મહત્યા બાબતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ તળાવમાં તરતો હોવાની જાણ મળતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તો પોલીસે એડી ગુનો દાખલ કર્યો છે. પરણિત મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.