ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ચાલુ વર્ષે ત્રણ મહિનામાં જ એક હજારથી વધુના મોત - death of corona

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની મહામારીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક લોકોના આ મહામારીમાં મોત થયા છે. પાટણ શહેરમાં ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરમાં માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિનામાં જ એક હજારથી વધુ લોકોના મોત થયા હોવાના ચોંકાવનારા આંકડા નગરપાલિકાના અધિકૃત રેકોર્ડ ઉપરથી મળ્યા છે. જોકે, આ આંકડા કુદરતી અને કોરોનાથી થયેલા મોત સાથેના છે.

ત્રણ મહિનામાં જ એક હજારથી વધુના મોત
ત્રણ મહિનામાં જ એક હજારથી વધુના મોત

By

Published : May 25, 2021, 10:28 AM IST

  • વર્ષ 2020માં 12 મહિનામાં 1,429ના મોત
  • 2021માં ત્રણ મહિનામાં જ 1,010ના મોત
  • રજીસ્ટરમાં ક્યા કારણથી મોત થયા છે તેનો ઉલ્લેખ નહિ

પાટણ : શહેરમાં કોરોના મહામારીમાં અનેક પરિવારો ભોગ બન્યા છે. જેમાં કોઈ ઘરના મોભી, તો કોઈએ પરિવારના આધાર સ્થંભ સમાન આશાસ્પદ યુવાનો ગુમાવ્યા છે. આવા પરિવારજનો હજી પણ પોતાના સ્વજનોની યાદમાં આંસુ સારતા જોવા મળી રહ્યા છે. પાટણ શહેરમાં ચાલુ વર્ષે માર્ચ મહિનાથી કોરોનાની બીજી લહેરનો કહેર શરૂ થતા દિવસે દિવસે કે શોમાં રેકોર્ડ બ્રેક વધારો થયો હતો.

જન્મ-મરણ નોંધણી

આ પણ વાંચો : પાટણ એસટી કર્મચારીઓએ કોરોનાથી મૃત્યુ પામેલા સાથી કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપી

સારવારના અભાવે અનેક દર્દીઓના મોત થયા હતા

પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂર ઉભી થઇ હતી. પરંતુ પ્રારંભના સમયમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત તેમ જ મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ થતા સારવારના અભાવે અનેક દર્દીઓના મોત થયા હતા. પાટણ નગરપાલિકાના જન્મ-મરણ શાખામાં અધિકૃત રીતે મૃત્યુઆંકમાં એકાએક ઉછાળો નોંધાયો છે.

પાટણ નગરપાલિકા

2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બાર મહિનામાં 1,429ના મોત

જેમાં વર્ષ 2021માં માર્ચ મહિનામાં 154, એપ્રિલ મહિનામાં 313 અને મેની 22 તારીખ સુધીમાં 442 મળી આ ત્રણ મહિનામાં કુલ 1010નો મૃત્યુઆંક નગર પાલિકાના ચોપડે નોંધાયો છે. જોકે, આ મોત કુદરતી રીતે અને કોરોનાથી થયેલા છે. સરકારની ગાઈડલાઈન મુજબ રજીસ્ટરમાં ક્યા કારણથી મોત થયા છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. વર્ષ 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બાર મહિનામાં 1,429ના મોત થયાનું પાટણ નગરપાલિકાના ચોપડે નોંધાયું છે. જ્યારે ચાલુ વર્ષે ત્રણ મહિનામાં જ એક હજારથી વધુ લોકોના મોત થયાનું નોંધાયુ છે.

આ પણ વાંચો : કોરોનાથી મૃત્યુ પમેલા પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિને છૂટ આપવા ગુજરાત હાઇકોર્ટમાં થઇ અરજી

કોરોનાથી માત્ર 94 લોકોના જ મોત થયાનું દર્શાવવામાં આવ્યાવહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં અત્યારસુધીમાં કોરોનાથી માત્ર 94 લોકોના જ મોત થયાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ અને નગરપાલિકાના રેકોર્ડની માહિતી અલગ જ હકીકત દર્શાવે છે. પાટણ શહેરમાં જ નાની બીજી ત્રણ મહિનામાં 1,010 મોત થયાનું રેકોર્ડ પર છે. આના ઉપરથી વહીવટીતંત્ર દ્વારા કોરોનાનો મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details