ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા - યુક્રેન રશિયા યુદ્ધ 2022

પાટણ જિલ્લાના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં (Patan Students In Ukraine) ફસાતા વાલીઓ ચિંતિત બન્યા છે. આજે વાલીઓએ મોબાઈલ પર અને વિડિઓ કોલિંગ દ્વારા પોતાના સંતાનોની પરિસ્થિતિ (Russia Ukraine Update) અંગે જાણકારી મેળવી હતી. યુક્રેનમાં તેઓને કરિયાણા અને પૈસાની તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

By

Published : Feb 25, 2022, 2:56 PM IST

પાટણ : રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા તંગદિલી ભર્યો (Russia Ukraine War) માહોલ છવાયો છે. જેને પગલે અભ્યાસાર્થે ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિમાં તેમના વાલીઓ પણ પોતાના બાળકોને લઈ ચિંતિત બન્યા છે. ત્યારે પાટણ જિલ્લાના 100 કરતા (Patan Students In Ukraine) વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.

યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

સુરક્ષિત પરત લાવવા સરકાર સમક્ષ માગણી કરી

પાટણ શહેરના 30થી વધુ વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓ MBBS કે અન્ય ઉચ્ચ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા છે. ત્યારે આજે વાલીઓએ પોતાના બાળકો સાથે વાત કરી હતી. જેમાં બાળકોએ પોતાની (Russia Ukraine Update) પરિસ્થિતિ વિશે જણાવતાં વાલીઓ ચિંતિત બન્યા છે. અને પોતાના બાળકોને સહી સલામત સુરક્ષિત પરત લાવવા સરકાર સમક્ષ માંગણી કરી છે.

આ પણ વાંચોઃSurat Students In Ukraine : યુક્રેનમાં સુરતના 200થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

પાટણના ધારાસભ્યે વડાપ્રધાનને રજૂઆત કરી

પાટણના વિદ્યાર્થીઓને પરત લાવવા ધારાસભ્ય ડો. કિરીટ પટેલને રજૂઆત કરી છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેલથી રજૂઆત કરી છે કે, યુકેનમાં ફસાયેલા (Gujarat students in Ukraine) તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત તાત્કાલિક પરત લાવવામાં આવે. તેમજ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી ખાવા-પીવા સહિતની તેની જરૂરિયાત (Russia Attacks Ukraine) પૂરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

કરિયાણું અને રોકડ રકમની પણ ભારે અછત: વિદ્યાર્થીઓ

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો કોલિંગ મારફતે પોતાના વાલીઓ સાથે વાતો કરીને સ્થિતી વિશે જાણી રહ્યા છે. એક મહિનાથી યુદ્ધના ભણકારા વાગતા હતા. છતાં ભારતના વિદેશ મંત્રાલય અને યુનિવર્સિટીઓ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા. હાલ યુક્રેનમાં ટ્રેન અને ફાઇટ પણ બંધ થઈ છે. કીવી ઇન્ટરનેશનલ (Ukraine Russia War 2022) એરપોર્ટ પર રશિયન આર્મી આવી ગઈ છે. મોલ ખાલી થઈ ગયા છે, એટીએમ મશીનમાં પૈસા નથી, વીજળી અને માત્ર ઇન્ટરનેટ સેવાઓ ચાલુ છે.

આ પણ વાંચોઃGujarati Students In Ukraine: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિધાર્થીઓ સાથે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કરી વાતચીત

ABOUT THE AUTHOR

...view details