પાટણઃ પાટણ શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ દિવસે દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોમવારે વધુ 5 કેસ પ્રકાશમાં આવતા પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 155 થઈ છે. જ્યારે જિલ્લાનો આંક 330 થયો છે.
પાટણ શહેરમાં કોવિડ-19નાં વધુ 5 કેસ નોંધાયા - gujarat corona update
પાટણ શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ દિવસે દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોમવારે વધુ 5 કેસ પ્રકાશમાં આવતા પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 155 થઈ છે. જ્યારે જિલ્લાનો આંક 330 થયો છે.
પાટણ શહેરમાં સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ગોળશેરી વિસ્તારમાં આવેલા પડીગુંદીનાપાડમાં 58 વર્ષીય પુરુષ, વિજલપુરમાં 75 વર્ષીય મહિલા, તુલસી પાર્ક સોસાયટીમાં 58 વર્ષીય પુરુષ, ધન રત્ન ફ્લેટમાં 47 વર્ષીય પુરુષ અને સુભાષનગરમાં ૪૮ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને તાવ ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તેઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે કોરોના પોઝિટિવ આવ્યા હતા.
અત્યાર સુધીમાં સત્તાવાર આંકડા મુજબ પાટણ શહેરમાં કોરોનાગ્રસ્ત 16 અને જિલ્લામાં 30નાં મોત થયા છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમિતથી દરરોજ 2થી 3 લોકોના સરેરાશ મોત થાય છે. જેમાંના કેટલાક તો ધારપુર સિવિલ હોસ્પિટલમાં જ મૃત્યુ પામે છે, છતાં સત્તાવાર રીતે જાહેર કરવામાં નહીં આવતા હોવાનો મુદ્દો ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.