ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં વધુ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 562 થયો - સિદ્ધપુરમાં કોરોના પોઝિટિવ કેસ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપભેર ફેલાઈ રહ્યું છે. શુક્રવારે વધુ 20 પોઝિટિવ કેસ સાથે 2 ના મોત નોંધાતા પાટણ જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 562 અને શહેરનો આંક 262 પર પહોંચ્યો છે જ્યારે જિલ્લામાં મૃત્યુઆંક 48 પર પહોંચ્યો છે.

પાટણ જિલ્લામાં વધુ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 562 પર પહોંચ્યો
પાટણ જિલ્લામાં વધુ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 562 પર પહોંચ્યો

By

Published : Jul 24, 2020, 9:30 PM IST

પાટણ: પાટણ શહેરમાં અનલૉક દરમિયાન કોરોના કેસમાં વધુ 5નો વધારો જોવા મળ્યો છે. જેમાં શૈલજા બંગ્લોઝ, નાગરવાડો, અશોકા કોમ્પ્લેક્સ, અંબાજી મંદિર પાસે અને રતનપોળમાં કેસ નોંધાયા છે. ઉપરાંત અંબાજી મંદિર પાસે રહેતા 55 વર્ષીય પુરુષ અને ચાણસ્મા શહેરમાં ઉમિયા નગરમાં રહેતી 80 વર્ષીય મહિલાનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પાટણ જિલ્લામાં વધુ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 562 પર પહોંચ્યો

આ સાથે જ ચાણસ્મા શહેરમાં ભાવસાર વાસમાં 2, ઉમિયા નગર સોસાયટીમાં 1, તાલુકાના ધાણોધરડા અને ધીણોજ ગામમાં 1-1 કેસ નોંધાયો છે.જ્યારે સિદ્ધપુર શહેરના લવારા ગામમાં 1 કેસ, તેમજ રાધનપુરમાં આદર્શ હાઈસ્કુલ સામે શક્તિનગર સોસાયટીમાં 1 કેસ, પરમારવાસમાં 1,પંચવટી વિનાયક સોસાયટીમાં 1 મળી 3 કેસ નોંધાયા છે.

સમીમાં પ્રજાપતિ વાસમાં 2, વ્હોરાવાસમાં 1 મળી કુલ 3 અને સાંતલપુર તાલુકાના વારાહીમાં તેમજ પાટણ તાલુકાના મણુદ ગામે 1-1 કેસ મળી જિલ્લામાં 20 કેસો નોંધાયા છે.

અત્યાર સુધી જિલ્લામાં 305 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ધારપુર હોસ્પિટલ ખાતે 493 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details