ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 264 થઈ

પાટણ શહેર સહિત જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. શનિવારના રોજ વધુ આઠ કેસ સામે આવ્યા પછી, રવિવારના રોજ વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં આઠ, સરસ્વતી તાલુકાના ચરૂપ, અઘાર, દેલીયાથરામાં એક એક તેમજ હારીજના વાસા અને તાલુકાના બાલીસણામા એક કેસ નોંધાયો છે. વધુ 13 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 264 પર પહોંચી ગઈ છે.

પાટણ જિલ્લામાં વધુ 13 કોરોના કેસ નોંધાતા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 264 પર પહોંચી
પાટણ જિલ્લામાં વધુ 13 કોરોના કેસ નોંધાતા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 264 પર પહોંચી

By

Published : Jul 5, 2020, 8:55 PM IST

પાટણ: દેશભરમાં કોરોના વાયરસએ કહેર મચાવ્યો છે. પાટણ શહેરમાં રવિવારના રોજ નોંધાયેલા આઠ કેસમાં રસણીયાવાડામાં બે પુરુષ, કેનાલ રોડ પર આવેલી શિવનગરી સોસાયટીમાં 73 વર્ષીય પુરુષ, જુનાપાવર હાઉસમાં 36 વર્ષીય યુવાન, શ્રેય રેસીડેન્સીમાં 49 વર્ષીય પુરુષ, અંબાજી નેળીયામાં આવેલી તિરુપતિ નગર સોસાયટીમાં 53 વર્ષીય પુરુષ, યસ ટાઉનશીપમાં 50 વર્ષીય પુરુષ અને ખેજડાના પાડામાં 53 વર્ષીય પુરુષ, ને કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરાવતા આ તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં આ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે.

પાટણ જિલ્લામાં વધુ 13 કોરોના કેસ નોંધાતા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 264 પર પહોંચી

આ ઉપરાંત, પાટણ તાલુકાના બાલિસણા ગામમાં રહેતા 52 વર્ષીય પુરુષ, હારીજના વાસા ગામમાં 31 વર્ષીય પુરુષ, તેમજ સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં 29 વર્ષીય યુવાન, અઘાર ગામમાં 36 વર્ષીય યુવાન અને દેલિયાથરામાં 26 વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવ્યા છે. વધુ 13 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 264 પર પહોંચી ગઈ છે. જ્યારે શહેરની સંખ્યા 125 પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details