પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર કલાકાર નરેશ કનોડીયાએ પાટણના રામનગર ખાતે જનસંપર્ક સાથે ચૂંટણી સભાનું સંબોધન કર્યું હતું. જેમાં નરેશ કનોડીયાએ કહ્યું હતું કે, ''મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો, ટાઇગર અભી ઝીંદા હૈ'' કહીને પોતાની લાક્ષણિક અદામાં ગુજરાતની 26 બેઠકો સાથે ભારતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો, ટાઇગર અભી ઝીંદા હૈ : નરેશ કનોડીયા - Naresh Kanodiya
પાટણ: ગુજરાતી ફિલ્મોના સુપર મિલેનિયમ સ્ટાર, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક એવા નરેશ કનોડીયા ચૂંટણી પ્રચાર અર્થે પાટણ આવી પહોંચ્યા હતા. ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારના જુદા-જુદા વિસ્તારોમાં જનસંપર્ક કરીને લોકોને મનોરંજન સાથે ભાજપને વોટ આપી ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નરેશ કનોડીયા
નરેશ કનોડીયાએ ચૂંટણી સભાનું સંબોધન કર્યું
આ ઉપરાંત અહેમદ પટેલના નિવેદન પર કનોડીયાએ કહ્યું હતું કે, મોદીએ દેશને બરબાદ નથી કર્યો પણ કોંગ્રેસને બરબાદ જરૂર કરી છે. નવજોત સિદ્ધુ પર પ્રહાર કરતા 'આ સિદ્ધુ ક્યારેય સીધું બોલતા જ નથી' એમ કહીને લોકોને 23મી એપ્રિલના અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.