ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુરમાં એક માણસના ખિસ્સામાં પડેલો મોબાઈલ ધુમાડા નીકળ્યા બાદ થયો બ્લાસ્ટ - Mobile blast in Patan

પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલા એક ઓટો ગેરેજની દુકાનમાં ઇલેક્ટ્રિક બોર્ડ બનાવવા આવેલા ઇલેક્ટ્રિશિયનના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં એકાએક ધુમાડા નીકળતા તેણે સમયસૂચકતા વાપરી મોબાઇલ દુકાન બહાર ફેંક્યા બાદ બ્લાસ્ટ (Mobile blast in Radhanpur) થતા ભારે અફડાતફડી મચી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું.

Patan News
Patan News

By

Published : Aug 27, 2021, 8:10 PM IST

  • મોબાઈલ ધારકે સમય સુચકતા વાપરી મોબાઈલ ફેંકી દીધા બાદ બ્લાસ્ટ થયો
  • બ્લાસ્ટને પગલે મચી અફડાતફડી
  • સતત આને કારણે મોટી ઘાત ટળી

પાટણ: રાધનપુર ખાતે વારાહી હાઈવે રોડ ઉપર આવેલા માર્કેટ યાર્ડ નજીક પપ્પુ ઠક્કરની માનસી ઓટો ગેરેજની દુકાન આવેલી છે. જે દુકાનમાં શુક્રવારે ઇલેક્ટ્રીક બોર્ડની કામગીરી કરવા રાધનપુર તાલુકાના ભાડીયા ગામના ઇલેક્ટ્રિશિયન રામચંદ ઠાકોર આવ્યા હતા અને દુકાનદાર સાથે બોર્ડ બનાવવા અંગેની વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન રામચંદભાઈના શર્ટના ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી એકાએક ધુમાડા નીકળતા તેઓની નજર તેના ઉપર પડતા પળનો પણ વિલંબ કર્યા વગર તેઓએ ખિસ્સામાંથી મોબાઇલ કાઢી દુકાનની બહાર ફેંકી દેતા મોબાઇલમાં આગ સાથે બ્લાસ્ટ (Mobile blast in Radhanpur) થયો હતો. આ સમયે ઓટો ગેરેજની દુકાનમાં બેઠેલા અન્ય ગ્રાહકો અને દુકાન બહાર ઊભેલા લોકોમાં દોડધામ મચી હતી.

રાધનપુરમાં એક માણસના ખિસ્સામાં પડેલો મોબાઈલ ધુમાડા નીકળ્યા બાદ થયો બ્લાસ્ટ

આ પણ વાંચો: ખિસ્સામાં થયો મોબાઈલ બ્લાસ્ટ, પછી થયું જોવા જેવું....

સદનસીબે જાનહાનિ અને નુકસાની ટળી

મોબાઈલ ધારકની સમયસૂચકતાને કારણે મોટી ઘાત ટળી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું. મોબાઇલમાં ધુમાડા નીકળવાથી લઈને સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details