પાટણઃવૈશ્વિક કોરોના મહામારીને (Corona epidemic)લઈને સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરી વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. આ સમયગાળા દરમિયાન સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના (Mid day meal plan)અંતર્ગત ઘરે અનાજનું વિતરણ કરવામાં આવતું હતું ત્યારે હવે કોરોના સંક્રમણ હળવું થતાં સરકાર દ્વારા તબક્કાવાર શાળા( Nutritious food for children)કોલેજોમાં સો ટકા હાજરી સાથે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા દેખાઈ રહી છે. અગાઉના વર્ષોની જેમ સરકારી શાળાઓમાં બપોરના સમયે બાળકોને અપાતું મધ્યાહન ભોજન ફરી શરૂ કરવામાં આવે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃવલસાડ: જિલ્લાની પ્રાથમિક શાળામાં મેનુ મુજબ નથી અપાતું મધ્યાહ્ન ભોજન