ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં થયો ઘટાડો

પાટણ શેહર સહિત જિલ્લામાં ગત 1 અઠવાડિયાથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.

ETV BHARAETV BHARATT
પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં થયો ઘટાડો

By

Published : Dec 19, 2020, 7:31 PM IST

  • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં થયો ઘટાડો
  • એક અઠવાડિયાથી કોરોના કેસ ઘટ્યા
  • જિલ્લાવાસીઓએ રાહત અનુભવી

પાટણઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના અજગરી ભરડામાં લીધા છે. ગત 10 મહિનાથી પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધ-ઘટ જોવા મળી રહી છે. દિવાળી બાદ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી વધ્યું હતું, જેને લઇ પાટણ જિલ્લામાં પણ રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે, ધનવંતરી રથો દ્વારા સારવાર તેમજ રેપિડ ટેસ્ટની કામગીરી તથા લોકોની જાગૃતતાને કારણે ગત 1 અઠવાડિયાથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.

પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં થયો ઘટાડો

જિલ્લામાં અત્યાર સુધી 4,046 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 1,49,835 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં કોરોનાના 4,046 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3,813 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધી કુલ 73 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details