ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન લાવવા મુસ્લિમ આગેવાનોની હાકલ

આગામી વર્ષ 2022 માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના માઈનોરીટી સંગઠનને મજબૂત બનાવવા પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે minority સેલના ચેરમેન વજીરખાન પઠાણની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં વઝીરખાન પઠાણે ઓવેસી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન લાવવા મુસ્લિમ આગેવાનોની હાકલ
ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન લાવવા મુસ્લિમ આગેવાનોની હાકલ

By

Published : Jul 20, 2021, 9:42 AM IST

  • પાટણ ખાતે કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની બેઠક મળી
  • બેઠકમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને અપાયું માર્ગદર્શન
  • ઓવેસીની પાર્ટી ભાજપની 'બી' ટીમ છે: વજીરખાન પઠાણ
  • ભાજપમાં જોડાયેલા કહેવાતા મુસ્લિમો સમાજને ગુમરાહ કરે છે: વજીરખાન પઠાણ
  • સાચો ઈમાન વાળો મુસલમાન ક્યારે ભાજપને મત નહીં આપે

પાટણ: આગામી વર્ષ 2022 માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના માઈનોરીટી સંગઠનને મજબૂત બનાવવા, નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી હતી. નારાજ કાર્યકરોને મનાવી ફરી પક્ષમાં લાવવા પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી સેલના ચેરમેન વજીરખાન પઠાણ દ્વારા સમગ્ર ગુજરાતમાં સંમેલનો યોજી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત પાટણ ખાતેથી કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે minority સેલના ચેરમેન વજીરખાન પઠાણની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં વજીરખાન પઠાણે ઓવેસી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન લાવવા મુસ્લિમ આગેવાનોની હાકલ

આ પણ વાંચો:સાયકલ ચલાઇને સંસદ પર પહોંચ્યા તૃણમૂલ સાંસદ, ઇંધણની કિંમતના વધારામાં કર્યો વિરોધ

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઇ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની બેઠક

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની બેઠકમાં ભાજપમાં જોડાનારા મુસ્લિમો પર આકરા પ્રહાર કરી વઝીરખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપનો ખેસ પહેરનારા કહેવાતા મુસ્લિમો છે. આવા લોકો સમાજને ગુમરાહ કરે છે. પરંતુ સાચો ઈમાનવાળો મુસલમાન ક્યારેય ભાજપને મત નહીં આપે. ઓવેસી ની પાર્ટી ભાજપની 'બી' ટીમ છે. બિહારમાં કોંગ્રેસને નુકસાન કર્યા બાદ તેઓ બંગાળમાં ગયા હતા પરંતુ ત્યાંના સમજદાર મુસ્લીમોએ સંગઠીત બની જાકારો આપતા એક પણ ઉમેદવાર જીતી શકયો નથી.

આ પણ વાંચો:ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?

કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ મુસ્લિમ સમાજને થતા અન્યાય સામે ઉઠાવ્યો અવાજ

પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ મુસ્લિમ સમાજને થતા અન્યાય સામે નીડરતાથી અવાજ ઉઠાવયો હતો. જિલ્લામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ચૂંટાયેલા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ મુસ્લિમ સમાજ સંગઠીત બની કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટી ગુજરાતમાં ફરી કોંગ્રેસની સરકાર બને તે માટેના પ્રયત્નો અત્યારથી જ કરી દરેક સમાજના લોકોને ન્યાય મળે તેવું વાતાવરણ ઉભું કરવા હાકલ કરી હતી.

મુસ્લિમ આગેવાનોએ કોંગ્રેસના કાર્યકરોને હાકલ કરી ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન આવે

પાટણના ધારાસભ્ય સહિત જિલ્લાના મુસ્લિમ આગેવાનોએ કોંગ્રેસના કાર્યકરોને આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો જાળવી રાખી ચોથી બેઠક કબજે કરી ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન આવે તે માટે અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details