ગુજરાત

gujarat

ETV Bharat / state

રોટરી ક્લબ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો - પાટણમાં મેડિકસ કેમ્પ

રોટરી ક્લબ પાટણ દ્વારા શહેરના વોર્ડ નંબર-1માં નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

ETV BHARAT
રોટરી ક્લબ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

By

Published : Dec 20, 2020, 4:06 PM IST

  • વોર્ડ નંબર-1માં નિશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો
  • કોરોના મહામારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ દ્વારા રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
  • મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાનો લીધો લાભ
    રોટરી ક્લબ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

પાટણઃ રોટરી ક્લબ દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય કાર્ય કરી સમાજના નાનામાં નાના વ્યક્તિ સુધી સેવા પહોંચાડવામાં આવે છે, ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રોટરી ક્લબ પાટણ દ્વારા શહેરના વોર્ડ નંબર-1માં આવેલા ફાટીપાળ દરવાજા પાસે રોટરી ગાર્ડન ખાતે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા વિવિધ બિમારીના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.

દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી

રોટરી ક્લબ દ્વારા યોજાયેલા કેમ્પમાં આ વિસ્તારના શ્રમજીવી લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. દર્દીઓને વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આયુર્વેદ ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details