પાટણઃ શહેર સહિત દેશમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સરકારે મોઢા પર માસ્ક ફરજીયાત પહેરવા લોકોને સૂચનાઓ આપી છે અને જિલ્લા કલેક્ટરે પણ માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવા જાહેરનામું અમલી કર્યું છે. છતાં લોકો બિન્દાસ પણે માસ્ક વગર બજારોમાં ફરી રહ્યા છે.
પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા માસ્ક વિતરણ કરાયું - પાટણ
પાટણ લાયન્સ કલબ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે વાહનચાલકો તેમજ રાહદારીઓને માસ્તર વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસે કર્મચારીઓને પણ લોકોને વિનામૂલ્યે માસ્ક આપી શકે તે માટે તેમને પણ માસ્કનું બોક્સ આપવામાં આવ્યુ હતુ.
ત્યારે 6 જુલાઈના રોજ પાટણ સહિત જિલ્લામાં પોલીસે 1700થી વધુ વ્યક્તિઓ પાસેથી માસ્ક ન પહેરવા બદલ ત્રણ લાખથી વધુનો દંડ વસુલ કર્યો છે. પાટણની સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબના હોદ્દેદારોએ મંગળવારના રોજ શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થઇ અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને માસ્ક વિતરણ કર્યું હતું, સાથે જ દરેક વ્યક્તિને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ પણ આપી હતી.
આ ઉપરાંત માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલીસ દંડ વસુલે તે સમયે તેઓને માસ્ક આપે તે માટે લાયન્સ ક્લબ દ્વારા પોલીસને પણ માસ્કનું બોક્સ એનાયત કરવામાં આવ્યું હતું.