- પાટણમાં ગુડી પડવાની કરાઇ ઉજવણી
- મહારાષ્ટ્રીયન પરિવારોએ પરંપરાગત ગુડી પડવાની કરી ઉજવણી
- કોરોના મહામારીના ભરડામાંથી સમગ્ર વિશ્વ મુક્ત બને એવી મહારાષ્ટ્રીયન પરિવારોએ કરી પ્રાર્થના
પાટણ: શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા હિન્દુ નવા વર્ષ ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પરિવારના સભ્યો દ્વારા ગુડીની પૂજા કરી નવુ વર્ષ મંગલમય નીવડે તેમજ કોરોના મહામારીમાંથી મુક્ત બની એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ વેઠી અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં કરાય છે ઉજવણી
પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં અને ભદ્ર વિસ્તારમાં રહેતા 25 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડી પડવાની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ વેઠી અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઉગાદી અને ગુડી પડવા વિશેષઃ ખોરાકના 6 સ્વાદ બનાવે છે શ્રેષ્ઠ આરોગ્ય
ગુડી પડવો કડવાશ અને મીઠાશનો સમન્વય
ત્યારે મંગળવારે પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતપોતાના ઘરના આંગણે એક લાકડી પર રેશમી વસ્ત્ર વીંટાળીને તેની ઉપર લોટો મૂકી ઘરની બહાર બારી પર કે અગાસીમાં તેને બાંધી ગુડીની વિધિવત રીતે પૂજા કરી હતી. તો ગુડી પડવો કડવાશ અને મીઠાશનો સમન્વય છે આજના દિવસથી આરોગ્ય પ્રત્યે સભાન લોકો લીમડાના મોર નું સેવન શરૂ કરતાં હોય છે તો હિન્દુ કેલેન્ડર મુજબ ગુડી પડવો એ વણજોઈતું શુભ મુહૂર્ત ગણાય છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આ દિવસે કરવામાં આવે છે.