ગુજરાત

gujarat

ETV Bharat / state

અયોધ્યામાં ભૂમિપૂજન સાથે પાટણના રામજી મંદિરમાં મહાઆરતી યોજાઇ

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણના ભૂમિપૂજન સાથે આજથી નવા યુગનો પ્રારંભ થયો હોય તેમ સમગ્ર દેશની સાથે પાટણમાં પણ ભારે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. અયોધ્યામાં મંદિરના ભૂમિપૂજન સાથે જ પાટણના રામજી મંદિરમાં પણ જય શ્રીરામના જયઘોષ ગૂંજી ઉઠ્યા હતા અને રામ ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી.

અયોધ્યામાં ભૂમિપૂજન સાથે પાટણના રામજી મંદિરમાં મહાઆરતી યોજાઇ
અયોધ્યામાં ભૂમિપૂજન સાથે પાટણના રામજી મંદિરમાં મહાઆરતી યોજાઇ

By

Published : Aug 5, 2020, 3:54 PM IST

પાટણઃ અયોધ્યામાં સદીઓથી ચાલતા શ્રીરામ મંદિરના વિવાદનો સુપ્રીમ કોર્ટ દ્વારા અંત લાવવામાં આવતા રામ જન્મભૂમિ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર બનાવવાનું સદીઓ પુરાણું સ્વપ્ન સાકાર થયું હતું. ત્યારબાદ ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે તાજેતરમાં જ ભૂમિપૂજનને લઇ પાટણ સહિત સમગ્ર દેશમાંથી પવિત્ર તીર્થસ્થાનોની માટી અને જળ અયોધ્યા ખાતે પહોંચતા કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં ભૂમિપૂજન સાથે પાટણના રામજી મંદિરમાં મહાઆરતી યોજાઇ

ત્યાર બાદ સત્તાવાર રીતે 5 ઓગસ્ટના રોજ શ્રીરામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવાની જાહેરાત કરવામાં આવતાં દેશના કરોડો રામ ભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને બુધવારે આ અમૂલ્ય અવસર આવી પહોંચતાં પાટણના રામજી મંદિર ખાતે અયોધ્યામાં ભૂમિપૂજન સાથે જ આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનવા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યાં ભગવાન શ્રીરામ લલ્લાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ખુશીના પ્રસંગે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો મહિલાઓ દ્વારા ભજન કીર્તન સાથે ભગવાન શ્રીરામની સ્તુતિ કરવામાં આવી હતી.

અયોધ્યામાં ભૂમિપૂજન સાથે પાટણના રામજી મંદિરમાં મહાઆરતી યોજાઇ

અયોધ્યા ખાતે કાર સેવામાં ભાગ લેનાર પાટણથી આયોધ્યા જનાર કારસેવકોનું આ પ્રસંગે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સન્માનનો જવાબ આપતા કારસેવક મયુરભાઈ રાવલે જણાવ્યું કે, વર્ષો પૂર્વે કાર સેવા કરી ભવ્ય મંદિર નિર્માણનું અમે સપનું આજે પરિપૂર્ણ થયું છે, જેનો અમને આનંદ છે.

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની સાથે પાટણનું રામજી મંદિર રામમય બની ગયું હતું અને શ્રદ્ધા સાથે ભક્તિભાવનાના દર્શન થયા હતા.

ABOUT THE AUTHOR

...view details