ગુજરાત

gujarat

ETV Bharat / state

એરંડામાં કૃત્રિમ મંદી ઉભી કર્યાના આક્ષેપ, વેપારીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદન

પાટણઃ સમગ્ર રાજ્યમાં ગત્ત વર્ષે મગફળી કૌભાંડે જોર પકડ્યું હતું, ત્યારે અવારનવાર ખેડૂતો સાથે અન્યાયની ઘટના સામે આવતી રહે છે. નવાગંજ માર્કેટ યાર્ડના વેપારીઓએ NDX અને મોટા ઉદ્યોગપતિઓની મીલી ભગતથી એરંડામાં કૃત્રિમ મંદી ઉભી કરવાના વિરોધમાં વેપારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનું રણશીંગુ ફુક્યું છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરને પણ આવેદન પાઠવી ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણય કરવાની માગ કરી હતી.

એરંડાના ભાવ ઘટતા વેપારીઓમાં રોષ

By

Published : Oct 5, 2019, 8:02 PM IST

પાટણ અને સિદ્ધપુર APMC માર્કેટ યાર્ડના વેપારીઓ શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. NDX અને ખેત પેદાશોની કૃત્રિમ મંદી ઉભી કરવા મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. પાટણના વેપારીઓએ એરંડાના ભાવ ઘટાડા અને વારંવાર મંદીની સરકીટ વાગતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

એરંડાના ભાવ ઘટતા વેપારીઓમાં રોષ

નવાગંજ બજારમાં એરંડાના ભાવ રુપિયા 1080થી 1125 સુધી રાબેતા મુજબ હતા, પરંતુ NDX અને મોટા એરંડાના ભાવ રુપિયા 250થી 350 થયા છે, જેને કારણે ખેડૂતો નાના વેપારીઓને નીચા ભાવથી માલ વેચવાની ફરજ પડી રહી છે અને માલ સસ્તા ભાવે પડાવી લેવાનો કિસ્સો રચવામાં આવ્યો છે. NDX તેમજ કૃત્રિમ મંદીનો માહોલ ઉભો કરનારા અધિકારીઓ અને ઉદ્યોગકારોને ખુલ્લા પાડવાન પણ માગ કરવામાં આવી છે. આ ઉપરાંત એરંડાના ભાવમાં વધારો નહીં થાય ત્યાં સુધી પાટણ સહિત ઉત્તર ગુજરાતની તમામ અનાજ મંડળીઓના વેપારીઓ અને બજાર સમિતિઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details