પાટણઃ શહેરમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે પોતાનો ધર્મ અને સાચું નામ છુપાવ્યું હતું. હિન્દુ દરબાર હોવાનું કહી યુવતીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. યુવતીને યુવકના સાચા નામની ખબર પડી જતા તેણીએ સંબંધો તોડી નાખ્યા હતા. અહીં યુવકે પોતાનું પોત પ્રકાશિત કર્યુ હતુ. યુવકે યુવતીના અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી.
સમગ્ર ઘટનાઃ પાટણ શહેરમાં રહેતી એક યુવતી ચાર માસ અગાઉ તેની માસી ની દીકરીના લગ્નમાં ગઈ હતી. ત્યાં ઘોડો લઈને આવેલા યુવકે પોતાનો પરિચય હિન્દુ દરબાર તરીકે આપ્યો હતો. ત્યારબાદ બંને ટેલિફોનિક વાતચીત કરતા હતા. યુવક અને યુવતી વચ્ચે અવાર નવાર શારીરિક સંબંધો પણ બંધાયા હતા. યુવતીને યુવકની સાચી ઓળખની ખબર પડતા તેણે સંબંધો તોડી નાખ્યા હતા. અહીં યુવકે યુવતીને ધમકી આપી હતી અને સંબંધ રાખવા મજબૂર કરી હતી. યુવતીએ પરિવારને સમગ્ર ઘટના જણાવી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી.