પાટણ : ઐતિહાસિક નગરી તરીકે જાણતુ શહેર એવું પાટણમાં(Historic town Patan) આજે ઉત્તરાયણના તહેવાર નિમિતે ભગવાન નારાયણના મંદિરમાં આજે ભગવાન નારાયણને ઘીના વઘા પહેરાવવામાં આવ્યા હતા(Lord Narayana was clothed in ghee wagha). આ અનોખા વાઘા જોવા માટે લોકોની ભીડ એકત્ર થઇ હતી.
પાટણમાં ઉત્તરાયણ નિમિતે શા માટે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવામાં આવે છે, જાણો સંપુર્ણ ઇતિહાસ... મંદિરના ઇતિહાસ પર એક નજર
ભગવાન નારાયણના મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું ત્યારે બિરબલની એક ટેક હતી કે દર પૂનમે તે દ્વારકા ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. ત્યારે અકબરે તેઓને જણાવેલ કે ભગવાનને આપણે દિલ્હી લાવી દઇએ તેમ કહીને સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા માટે ગુજરાતમાં મોકલી હતી. ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જઇ રહ્યું હતું ત્યારે આ ગાડાએ પાટણમાં વિસામો કર્યો હતો, ત્યારથી જ ભગવાને અહીં જ વાસ કર્યો છે.
પાટણમાં ઉત્તરાયણ નિમિતે શા માટે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવામાં આવે છે, જાણો સંપુર્ણ ઇતિહાસ... શા માટે ઘીના વાઘા જ પહેરાવવામાં આવે છે?
ભગવાનની મૂર્તિ ભોયરામાં હતી ત્યારે એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવી ખોદકામ કરવાનું કહેતાં, અહીંથી મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ તેની સ્થાપના કરવામાં આવી હતી. ભગવાનની મૂર્તિ નિર્વસ્ત્ર હતી ત્યારે ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા તે દિવસ ઉતરાયણનો હોવાથી ત્યારથી પરંપરા અનુસાર ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. આ વર્ષે પણ અંદાજે 5 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરીને ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાટણમાં ઉત્તરાયણ નિમિતે શા માટે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવામાં આવે છે, જાણો સંપુર્ણ ઇતિહાસ... મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઘીના વાઘાના કર્યા દર્શન
કોરોના મહામારીમાંને ધ્યાનમાં રાખીને દર્શન માટે દર્શનાર્થીઓની વધુ ભીડ એકત્ર ન થાય તે માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. ઘીના વાઘાના દર્શન કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
પાટણમાં ઉત્તરાયણ નિમિતે શા માટે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવામાં આવે છે, જાણો સંપુર્ણ ઇતિહાસ... આ પણ વાંચો : makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...
આ પણ વાંચો : Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા