- પાટણ જિલ્લામાં ઑક્સિજનની ભારે અછત
- દર્દીના પરિવારજનો ઑક્સિજન મેળવવા કરી રહ્યા છે રઝળપાટ
- ઑક્સિજન પ્લાન્ટ પર વાહનોની લાંબી કતારો સર્જાઇ
પાટણ: જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાને પગલે હોસ્પિટલમાં બેડ, રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ઑક્સિજન અને વેન્ટિલેટર જેવી મહત્વની સુવિધાની અછત ઉભી થઇ રહી છે ત્યારે જિલ્લામાં એકમાત્ર ઑક્સિજન પ્લાન્ટ ખાતેથી જિલ્લાની તેમજ આસપાસના પંથકની 54 જેટલી હૉસ્પિટલોમાં આ ઑક્સિજનનો જથ્થો ફાળવવામાં આવે છે પરંતુ દર્દીઓ વધતા ઑક્સિજનની ભારે અછત સર્જાવા પામતા દર્દીઓની હાલાકીઓ વધવા પામી છે અને ઑક્સિજનની એક બોટલ મેળવવા માટે ભારે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જેને લઇ ઑક્સિજનની એક બોટલ ભરાવા માટે પ્લાન્ટ પર 8 થી 10 કલાક સુધી દર્દીના પરિવારજનોને લાંબી લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે અને તેમાં પણ ઑક્સિજન મળે કે ન પણ મળે તેનું પણ કાંઈ નક્કી નહીં એટલે હવે પાટણ જિલ્લામાં દર્દીઓ નોંધારા બન્યા છે.
વધુ વાંચો:મધ્યપ્રદેશના છતરપુરમાં હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં 6 દર્દીઓના મૃત્યુ