- વીજ કચેરી અન્ય સ્થળે ખસેડવા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
- પાટણ સિટી-1ની વીજ કચેરી અન્ય જગ્યાએ ખસેડવાની ચાલી રહી છે હિલચાલ
- આ કચેરીથી અડધા પાટણની વીજ કામગીરી થાય છે
- સ્થાનિકોએ વીજ કંપનીના જવાબદાર અધિકારીને આપ્યું આવેદનપત્ર
પાટણ:શહેરના ગંજ શહીદ પીર પાસે વર્ષો જૂની UGVCLવીજ કંપની પાટણ સિટી એકની કચેરી આવેલી છે. જ્યાં વીજ ફોલ્ટની કમ્પ્લેન તેમજ વીજ બિલના નાણાં સહિત શહેરના અડધા પાટણની કામગીરી કચેરીથી કરવામાં આવે છે. ત્યારે હજારો લોકો માટે આશીર્વાદરૂપ આ કચેરી બંધ કરી પાટણ ચાણસ્મા હાઇવેની કચેરી કે ગાંધી બાગ લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. જેને લઈ મંગળવારે આ વિસ્તારના સ્થાનિક રહીશોએ ગંજ શહીદ પીર ચોકમાં એકઠા થઇ આ કચેરી અન્ય જગ્યાએ નહીં ખસેડવા સૂત્રોચ્ચારો કરી દેખાવો કર્યા હતા અને ત્યારબાદ કચેરીએ જઇ વીજ કંપનીના જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી આ મામલે દસ દિવસમાં યોગ્ય ખુલાસો આપવાની માંગણી કરી હતી.