ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિમય રીતે પૂર્ણ

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 166, પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો તેમજ સિદ્ધપુર નગરપાલિકાના 9 વૉર્ડની 36 બેઠકો માટે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVMને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ મોકલવામાં આવ્યા હતા. આમ, પાટણમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાટણ અને સિદ્ધપુર તથા હારીજ નગરપાલિકાની ચૂંટણીના કુલ 757 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે.

પાટણના મતદારો
પાટણના મતદારો

By

Published : Mar 1, 2021, 12:15 PM IST

  • મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
  • પાટણ નગરપાલિકાનું 55.51 ટકા મતદાન થયુ
  • સિદ્ધપુર નગરપાલિકાનું 56.68 ટકા મતદાન
  • હારીજ નગરપાલિકાનું 63.64 ટકા મતદાન

પાટણ: નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 150 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં 44 ઉમેદવારોને વિજયી બનાવવા મતદારોએ રવિવારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પાટણની 67 બિલ્ડિંગોમાં 112 મતદાન મથકો ઉપર સવારથી જ લાંબી કતારો સર્જાઇ હતી. મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાટણના મતદારો

EVMને સીલ કરાયા

પાટણમાં રાજકીય આગેવાનો તેમજ ધારાસભ્યો અને ઉમેદવારોએ પણ પોતાના મતદાન મથક ઉપર જઈ મતદાન કર્યું હતું. બીજી તરફ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણ 6 વાગ્યા સુધીમાં પાટણ નગરપાલિકામાં 55.51 ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકો ઉપરથી જ EVMને સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મૂકવામાં આવ્યા હતા. સિધ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોના 124 ઉમેદવારો માટે 6 વાગ્યા સુધીમાં 56.68 ટકા મતદાન થયું હતું.

પાટણના મતદારો

જિલ્લા પંચાયતનું કુલ 63.85 ટકા મતદાન

જિલ્લા પંચાયતની 32 બેઠકોના 78 ઉમેદવારો માટે યોજાયેલા મતદાનમાં ભારે રસ્સાકસ્સી જોવા મળી હતી. મતદાનના અંતે જિલ્લા પંચાયતનું કુલ 63.85 ટકા મતદાન થયું હતુું. જ્યારે જિલ્લાની તાલુકા પંચાયતની 166 બેઠકો પર મતદાનના અંતે 64.27 ટકા મતદાન થયુ છે.

પાટણના મતદારો
EVMને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યાપાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ છે. ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા તમામ મતદાન મથકો ઉપર આપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ EVMને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યા હતા.આમ, પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કુલ 757 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે.
પાટણમાં શાંતિમય માહોલમાં ચૂંટણી થઈ સંપન્ન

ABOUT THE AUTHOR

...view details