પાટણમાં લીંબચમાતાની રથયાત્રાનું વાજતે-ગાજતે પ્રસ્થાન
પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા લીંબચધામ ખાતેથી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ દ્વારા આયોજિત રથયાત્રા વાજતે ગાજતે પ્રસ્થાન થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા.
પાટણમાં લીંબચમાતાની રથયાત્રા આયોજન
પાટણઃ શહેરમાં શ્રી લીંબચ માતાનું આદ્ય સ્થાન આવેલું છે. અહીં વર્ષેમાં અનેક સંઘો માતાજીના દર્શનાર્થે આવે છે. ત્યારે મંગળવારે પાટણવાડા પરગણામાં નાઈ સમાજ દ્વારા જન જાગૃતિના ભાગ રૂપે લીંબચ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદ્ય સ્થાનેથી માતાજીની જ્યોત રથમાં પ્રસ્થાપિત કરી નિજ મંદિરેથી વાજતે ગાજતે યાત્રા પ્રસ્થાન પામી હતી. આ યાત્રામાં જોડાયેલા માઈ ભક્તોએ સામાજિક એકતા, બેટી બચાઓ બેટી પઢાઓ, સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવો, વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો.