પાટણઃ એક ઈસમ કાર લઈ પસાર થઇ રહ્યો હતો, જે દરમિયાન હાઇવે પર એક મહિલાએ હાથ ઊંચો કરી ગાડી ઊભી રખાવી લિફ્ટની માગી હતી. મહિલા ગાડીમા બેસાડી સુમસામ જગ્યાએ લઇ જઈ કાર રોકાવી હતી તેં, દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિઓએ ગાડીમા આવી કાર ચાલકને માર માર્યો હતો અને વીડિઓ ઉતારી બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
હાઈવે પર હની ટ્રેપ કરતી ટોળકીને LCB પોલીસે ઝડપી
હાઈવે પર હની ટ્રેપ કરતી ટોળકીને LCB પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જેમા કાર ચાલકને માર મારી અને વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી.
હાઈવે પર હની ટ્રેપ કરતી ટોળકીને LCB પોલીસે ઝડપી
ધમકી આપી અને રૂપિયા 50 લાખની માંગણી કરી હતી જો કે, છેવટે 4 લાખમાં સમજાવટ કરી હતી અને ઈસમને છોડી મુક્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા LCB પોલીસે પતિ પત્ની તેમજ અન્ય 2 શખ્સો મળી કુલ 4ની ટોળકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.પોલિસે આ ગુનામાં ઉપયોગ કરેલી સ્વીફટ ગાડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.