આદર્શ વિદ્યાલય ખાતે ચાલતી જીલ્લા રમત-ગમત શાળામાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા જુડો, વોલીબોલ, ફૂટબોલ, સ્વિમિંગ, બોક્સિંગ, બાસ્કેટ બોલની પણ તાલીમ આપવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે, ત્યારે 45 ખેલાડીઓએ રાજય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરતા સાંસદના હસ્તે તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર મેડલ, ટ્રેક શૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ સ્કુલ પ્રથમ નંબરે આવતા રૂપિયા 1.50 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
પાટણમાં જીલ્લા કક્ષાના રમત-ગમતના મેદાનનું લોકાર્પણ - Groundwork in Patan
પાટણ : અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય પાટણ ખાતે કાર્યરત જીલ્લા કક્ષાની રમત-ગમત શાળાના ખેલાડીઓએ મેળવેલી સફળતાને બિરદાવવા તથા 30 લાખના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યુ હતું.
જીલ્લા કક્ષાના રમત-ગમતના મેદાનનું લોકાર્પણ
સાંસદ ભરત ડાભીએ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે રમતવીર ખેલાડીઓને પણ બિરદાવ્યા હતા અને પોતાના ફંડમાંથી 5 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રધાન રણછોડભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, સર્વાંગી વિકાસમાં રમત-ગમતએ શ્રેષ્ઠ માધ્યમ છે . રમત-ગમત થકી પુસ્તકિયા જ્ઞાન સિવાય ખેલદિલી, નિખાલસતા, ધૈર્ય અને મનોબળ મક્કમ બને છે.