પાટણઃ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ખાદી નિકેતનમાં જઈ ખાદીની ખરીદી કરી હતી. જોકે ખાદીની ખરીદી દરમિયાન દો ગજની દુરીનો અભાવ જોવા મળ્યો હતો.
પાટણ ભાજપ દ્વારા ખાદી ખરીદીમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ
મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ખાદી નિકેતનમાં જઈ ખાદીની ખરીદી કરી હતી. જોકે ખાદીની ખરીદી દરમિયાન દો ગજની દુરીનો અભાવ જોવા મળ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ખાદી ઉદ્યોગને વેગવંતો બનાવવા માટે દર વર્ષે ગાંધીજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકારો ખાદી કેન્દ્ર પર જઈ ખાદીની ખરીદી કરે છે. ત્યારે ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો શહેરના હિંગળાચાચર ચોક ખાતે એકત્ર થયા હતા. અહિં એકત્રિત થઈ કાર્યકરો રેલી સ્વરૂપે ત્રણ દરવાજા પાસે આવેલા ખાદી નિકેતનમાં પહોંચ્યા હતા. ત્યા પહોંચી ભાજપના આગેવાનો કાર્યકરોએ ખાદીની ખરીદી કરી હતી ખાદીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સરકારે કોરોના મહામારીમાં નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ દો ગજ ની દુરીનો અભાવ જોવા મળ્યો હતો.
કોરોના મહામારીને કારણે સરકાર ધાર્મિક પ્રસંગો, મેળાવડા તેમજ શોભાયાત્રા કે રેલી યોજવાની પરવાનગી આપતી નથી, ત્યારે ભાજપના આગેવાનો કાર્યકરો ઢોલ-નગારા સાથે મંજુરી વગર રેલી યોજી શહેરના મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવથી આ મુદ્દો શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.