- પાટણની ખાનગી હોસ્પિટલોમાં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કલેકટરે કર્યું બંધ
- કલેક્ટર દ્વારા કરાયેલી વ્યવસ્થા ખોરવાઈ કે પછી ઇન્જેક્શનની ફરી સર્જાયેલી અછત
- ગંભીર સ્થિતિમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલત બની કફોડી
- વહીવટી તંત્રના અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું
- જિલ્લા કલેક્ટરે ફોન પણ રિસીવ ન કર્યા
પાટણઃ જિલ્લામાં એમ્બેસી ઇન્જેક્શન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે પાટણ આઇએમઓ, ફિઝિશિયન એસોસિએશન, રેડક્રોસના તબીબોની 14 એપ્રિલના રોજ તાત્કાલિક બેઠક યોજી હતી. વહીવટી તંત્ર દ્વારા એક પોર્ટલ તૈયાર કરી તેની મદદથી ઓનલાઈન ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ પોર્ટલમાં પાટણની 25 ખાનગી હોસ્પિટલ્સના તબીબો તેમજ ત્રણ રાધનપુરની ખાનગી હોસ્પિટલ્સના મળી 28નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત આ પણ વાંચોઃસુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન
સરળતાથી ઓનલાઇન ડેટા મોકલી ઇન્જેક્શન મેળવી શકતા હતા
આ ખાનગી હોસ્પિટલના તબીબો પોતાની હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓની જરૂરિયાત મુજબ સરળતાથી ઓનલાઇન ડેટા મોકલી ઇન્જેક્શનો મેળવી શકતા હતા. ચાર દિવસના સુચારું આયોજન બાદ આ વ્યવસ્થા પડી ભાંગી હોય કે પછી ઈન્જેક્શનની અછત સર્જાઈ હોવાથી સોમવારથી જિલ્લા કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલ્સને ઇન્જેક્શનો આપવાનો નનૈયો ભણી દીધો હોવાનું પાટણના કેટલાક ખાનગી હોસ્પિટલના તબીબોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં દાખલ દર્દી માટે રેમડેસીવીર ઇન્જેક્શનની અછત આ પણ વાંચોઃવાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી
ઇન્જેક્શન ના મળતા સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી બની છે
જિલ્લા કલેક્ટરના એકાએક આ નિર્ણયથી પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લઈ રહેલા ગંભીર સ્થિતિ વાળા દર્દીઓની હાલત કફોડી બની છે. જોકે આ મામલે જિલ્લા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ અને બેઠકમાં ઉપસ્થિત તબીબોએ આ નિર્ણય કલેક્ટરનો હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું.