ગુજરાત

gujarat

ETV Bharat / state

અભદ્ર ટિપ્પણી મામલે લોકગાયક કિર્તીદાન ગઢવીએ નાયક-ભોજક સમાજની માફી માગવી જોઈએ - પાટણ સમાચાર

પાટણઃ લોક ગાયક કિર્તીદાન ગઢવીની અભદ્ર ટિપ્પણીને લઇ નાયક ભોજક સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સમાજને અપમાનિત કરવા બદલ પાટણના એક યુવાને બી ડિવિઝન પોલીસ મથકે કિર્તીદાન વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અરજી આપી છે.

etv bharat
કીર્તિદાનની વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ વકર્યો

By

Published : Jan 3, 2020, 6:57 PM IST

લોક ગાયક કિર્તીદાન ગઢવી વધું એક વિવાદમાં સપડાયા છે. કિર્તીદાન ગઢવીએ પાવાગઢ નજીક એક ડાયરામાં જાહેર જનતાને એવુ સંબોધન કર્યું હતુ કે, 'આ તો કિર્તીદાનનો ડાયરો છે, કોઈ ભવાયાનો નથી', આ અભદ્ર વાણી વિલાસને કારણે સમસ્ત નાયક ભોજક સમાજની લાગણી દુભાઈ છે.

કીર્તિદાનની વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ વકર્યો

પાટણ નાયક ભોજક સમાજના આગેવાનો એ પણ આ બાબતે એક બેઠક કરી ચર્ચાઓ કરી હતી અને જો કિર્તીદાન જાહેરમા નાયક ભોજક સમાજની માફી નહીં માગે તો, આગામી દિવસોમા ધારણા સહીતના કાર્યક્રમો આપવા અંગેની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

કિર્તીદાન ઉગતા કલાકાર છે. ત્યારે તેમણે કોઈ સમાજના વિરોધમા અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે સત્વરે આ સમાજની માફી માગવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details