પાટણ: મકરસંક્રાતના પર્વમાં લોકો પતંગની મજા માણતા હોય છે પણ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે. તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના પર રોક લગાવા માટે સરકાર દ્વારા કરુણા અભિયાન (karuna abhiyan 2022 ) ચલાવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત પાટણમાં નવ તાલુકા મથકો પર પક્ષી કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લા વન સંરક્ષકની કચેરી (Forest Conservation Office patan) ખાતે પક્ષી રેસ્ક્યુ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યુ હતું.
10પક્ષીઓના મોત થયા
મકરસંક્રાતના પર્વના ખાસ અવસર પર આ સેન્ટરો પર બે દિવસમાં પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા ઘણા પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. જેમાં કબૂતર પોપટ, સમડી, કોયલ,આઈલિશ,ગ્રીનબી ઈટર, પેઇન્ટેડ સ્ટોર્ક સહિતના 63 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ સાથે ઘાતક દોરાથી 10પક્ષીઓના મોત થયા હતા. જો આપણે ગત વર્ષની સરખામણી 2022 સાથે કરીએ તો આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
2019માં 150 પક્ષીઓ 2021માં 70 પક્ષીઓ ઘાયલ થયા હતા