ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લા કલેક્ટરે કચેરીમાં અગ્નિશામક યંત્રોને કર્યા કાર્યરત - patan

પાટણ: હાલ સુરતમાં આગની ઘટના બની છે. ત્યારે સમગ્ર તંત્ર પોતાની સેફ્ટીને લઈને સક્રિય થયું છે. ત્યારે પાટણ જિલ્લા કલેકટર કચેરીને ફાયર સેફ્ટીની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. કચેરીની વિવિધ શાખાઓમાં અગ્નિશામકની નવીન બોટલો લગાવી કચેરીની સુરક્ષામાં વધારો કરાયો છે.

પાટણ

By

Published : May 31, 2019, 7:07 PM IST

સુરતમાં બનેલી આગની ઘટના બાદ પાટણ જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ બન્યું છે. જિલ્લા કલેકટર આનંદ પટેલના આદેશથી ગ્રાન્ડફ્લોરથી લઈને બીજા માળ સુધીની વિવિધ શાખાઓમાં ફાયર સેફ્ટીની નવીન બોટલો લગાવી કચેરીની સુવિધામાં વધારો કરાયો છે. આની પહેલા પણ 10 જેટલી ફાયરસેફટીની બોટલો લગાવી હતી. જો કે, કચેરીને વધુ સુરક્ષિત બનાવવા 17 જેટલી અગ્નિશામક યંત્રોની બોટલો લગાવવામાં આવી છે.

પાટણ જિલ્લા કલેકટરે કચેરીમાં અગ્નિશામક યંત્રોને કાર્યરત કર્યા

આ ઉપરાંત કલેકટર કચેરીના તાબા હેઠળની પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓમાં પણ 12 ફાયર સેફટીના સેટ ફાળવવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમા સુરક્ષા માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details