પાટણ યુનિવર્સીટી સંલગ્ન પાંચ જિલ્લાની 248 કોલેજોમાં આચાર્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સટ્રકટર સહીતની ખાલી પડેલી 2329 જગ્યાઓ જેમા 172 આચાર્ય, 1957 આસિસ્ટન્ટ પ્રોફેસરો, 103 લાઈબ્રેરીયન અને 88 ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સટ્રકટરનો સમાવેશ થાય છે.આ જગ્યાઓની ભરતી કરવા માટે મૌખિક ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યાં હતાં. જેમા પ્રથમ દિવસે યુનિવર્સીટી સંલગ્ન 119 કોલેજોની 992 જગ્યાઓ માટે 96 આચાર્ય અને 804 આસિસ્ટન્ટ પ્રોફેસરો માટે મોટી સંખ્યામા ઉમેદવારો હાજર રહ્યા હતા.
યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી સીટ માટે ભરતી પ્રક્રિયા શરૂ - Hemchandra charya uni.
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમા ખાલી પડેલી આચાર્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, સહિતની જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે શરૂ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા યુનિવર્સીટીમા બે દિવસ સુધી ચાલશે.
![યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી સીટ માટે ભરતી પ્રક્રિયા શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3828834-thumbnail-3x2-ppp.jpg)
hemchandaracharya
યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી સીટ માટે ઇન્ટરવ્યૂ યોજાયા
જ્યારે બીજા દિવસે 129 કોલેજોમા 1328 જગ્યાઓ પૈકી B.ed, M.ed., MSW, LOW તેમજ મેડીકલ ફેકલ્ટી માટે ઇન્ટરવ્યૂ યોજાશે. પાટણ યુનિવર્સીટી દ્વારા ઇન્ટરવ્યૂના તજજ્ઞો અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા પણ કરવામા આવી છે.