- પાટણમાં વિશ્વ યોગ દિવસની કરાઇ ઉજવણી
- રાણકી વાવ ખાતે યોગ સાધકોએ યોગ દિવસને યાદગાર બનાવ્યો
- વરસતા વરસાદમાં યોગ સાધકોએ કર્યા યોગાસન
- વાવના શિલ્પ સ્થાપત્યો વચ્ચે યોગની અલગ-અલગ મુદ્રાઓ કરાઈ
- સંગીત અને નૃત્ય સાથે યોગનો ત્રિવેણી સંગમ રચાયો
પાટણ : 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day ) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં વિવિધ શૈક્ષણિક સંકૂલો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાઓ પર યોગ નિદર્શનના કાર્યક્રમો કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day )ની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિ નિયમિત રીતે યોગ કરી નિરોગી બને તેવો સંદેશો પણ આપવામાં આવે છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના 75 વર્ષ પૂર્ણ થતાં 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day 2021 ) નિમિત્તે દેશના 75 સ્મારકો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ સાધકોએ રાણકી વાવ પરિસરમાં વરસતા વરસાદ વચ્ચે અલગ-અલગ મુદ્રામાં યોગ નિદર્શન કર્યું
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 ( International Yoga Day 2021 ) નિમિત્તે ઐતિહાસિક રાણકી વાવ પરિસર ખાતે ગુજરાત નાટક અકાદમી અને પુરાતત્વ વિભાગ દ્વારા યોગ દિવસને યાદગાર બનાવવા યોગની સાથે સંગીત અને નૃત્ય એમ ત્રણેયનો સંગમ કરવામાં આવ્યો હતો. જેમાં યોગ સાધકોએ રાણકી વાવ ( Ranaki Vav ) પરિસરમાં વરસતા વરસાદ વચ્ચે અલગ-અલગ મુદ્રામાં યોગ નિદર્શન કર્યું હતું.
વરસતા વરસાદમાં પણ ઉત્સાહ પૂર્વક યોગ સાધકોએ કર્યું યોગ નિદર્શન