ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુરમા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો - બ્રિટિશ હાઈ કમિશન

રાધનપુરની આવાઝ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રિટીશ હાઈ કમિશન અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં.

રાધનપુરમા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો
રાધનપુરમા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

By

Published : Mar 8, 2020, 8:41 PM IST

પાટણઃ રાધનપુરની આવાજ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બ્રિટિશ હાઈ કમિશનની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ અને મહિલા લક્ષી સરકારી યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડી હતી.

રાધનપુરમા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

મહિલાઓના અધિકાર અને હકો માટે રાધનપુરમાં સ્થપાયેલી આવા જ સંસ્થાને 30 વર્ષ પૂર્ણ થતા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્રિટિશ કમિશનના મીટર કે,એ જણાવ્યુ હતુ કે, મહિલાઓ માટે કામ કરતી સંસ્થા સાથે હું સંકળાયેલો છું. મહિલાઓની ઉન્નતિ માટે રાજકીય ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ન્યાયિક પ્રક્રિયામાં મહિલાઓને વિશેષ દરજજો મળવો જોઈએ અને આ માટે અમો સતત પ્રયત્નશીલ રહીશું.

મહિલાઓ પર થતી ઘરેલું હિંસાના મામલે પ્રતિકાર કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની સમજણ આપી હતી. સાથે સાથે બેટી બચાવો બેટી પઢાઓ, મહિલાઓ અને પુરુષોની સંખ્યામાં ઘણો તફાવત જોવા મળે છે, તે તફાવત દૂર કરવા માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details