યુવાનોને નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા ડાયનેમિક પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા સંસ્થા કાર્યરત કરાઈ - Competitive Examinations
પાટણ: પાટીદાર યુવનો- યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે તે માટે પાટણમાં એક સંસ્થા કાર્યરત કરાઈ છે.આ સંસ્થા દ્વારા વિધાર્થીઓને વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાટણ મા સંસ્થા કાર્યરત કરાઈ
સ્પર્ધાત્મક શિક્ષણ જગતમાં લેઉવા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ સરકાર દ્વારા લેવામાં આવતી UPSCઅને JPSCની પરીક્ષાઓમા પોતાનું કૌશલ્ય બતાવી ને પિતાની કારકીર્તિ બનાવી શકે તે માટે ડાયનેમિક પ્રોડક્ટ્સ લિમિટેડ અમદાવાદના સહયોગથી upsc અને gpscની તાલીમ માટેના સર્વિસ કેન્દ્રને નગરપાલિકાના પ્રમુખના હસ્તે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાટણ મા સંસ્થા કાર્યરત કરાઈ,etv bharat