પાટણ: શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરમાં 249 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 20 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરના હિંગળાચાચર નજીક આવેલી નાગરિક સહકારી બેન્ક દ્વારા બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને બેંકમાં આવતાં ગ્રાહકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે.
પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા સુંદર પહેલ
પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે સુંદર પહેલ કરી છે. બેંકમાં ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિકના પારદર્શક પડદા લગાવવામાં આવ્યા છે.
નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા સુંદર પહેલ
બેંકમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓને માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવે છે. આ સાથે જ તેમના હાથ સેનેટાઈઝથી સ્વચ્છ કરવામાં આવે છે અને થર્મલ ગનથી દરેક વ્યક્તિનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિકના પારદર્શક પડદા લગાવવામાં આવ્યા છે. નાગરિક સહકારી બેંક દ્વારા ઉભી કરવામાં આવેલી આ સુવિધાની ગ્રાહકોએ પણ પ્રશંસા કરી છે.