ગુજરાત

gujarat

સરકારની નીતિ સામે રોષ : શહેરની તમામ હોસ્પિટલોને તાળા મારી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફિસે

પાટણમાં તબીબોનો સરકારના નિર્ણય (Hospitals Closed in Patan) સામે ભારે રોષ જોવા મળ્યો હતો. શહેર સહિત જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલઓ બંધ રાખી તબીબોએ સરકારની નીતિ (Doctors Protested in Patan) સામે વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત તબીબોએ પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

By

Published : Jul 22, 2022, 5:37 PM IST

Published : Jul 22, 2022, 5:37 PM IST

સરકારની નીતિ સામે રોષ : શહેરની તમામ હોસ્પિટલોને તાળા મારી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફિસે
સરકારની નીતિ સામે રોષ : શહેરની તમામ હોસ્પિટલોને તાળા મારી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફિસે

પાટણ :ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને પાટણ મેડિકલ એસોસિએશને સમર્થન આપ્યું છે. તેને લઈને પાટણ શહેર સહિત જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર OPD સહિત ઈમરજન્સી સેવાઓ 24 કલાક (Hospitals closed in Patan) માટે તાળા રાખ્યા હતા. આ તબીબોએ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવી (Hospitals Closed in Patan) જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

શહેરની તમામ હોસ્પિટલોને તાળા મારી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફિસે

આ પણ વાંચો :મેડિકલ સ્ટુડન્ટને ‘ચરક’ શપથ લેવાનું ફરમાન, IMA ગુજરાતને હજુ પરિપત્ર મળ્યો નથી

ગુજરાત હાઇકોર્ટની નોટિસો - સમગ્ર રાજ્યમાં ગુજરાત હાઇકોર્ટ રેટ પીટીશનમાં મૌખિક આદેશ મુજબ દરેક હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU હોવું જોઈએ અને હોસ્પિટલોનો છ દિવસની અંદર તેનું પાલન કરવા રાજ્ય સરકારે નોટિસો આપી છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં તબીબોમાં સરકારના નિર્ણય સામે ભારે રોષ સાથે (Closure of OPD services in hospital) વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં તબીબોએ 24 કલાક માટે પોતાની હોસ્પિટલમાં તમામ પ્રકારની સેવાઓ બંધ રાખીને સરકાર સામે (Patan Doctors Protested) વિરોધ નોંધાવ્યો છે. આ સંદર્ભે પાટણ શહેર સહિત જિલ્લાના 275થી વધુ તબીબોએ પણ આ હડતાલને સમર્થન આપ્યું હતું.

હોસ્પિટલોને તાળા મારી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફિસે

આ પણ વાંચો :Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ

ICU બેડની સંખ્યામાં ઘટાડો -પાટણમાં સવારથી જ પોતાની હોસ્પિટલ બંધ રાખી હતી અને પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICUનો અમલ શક્ય નથી. તેના અમલથી ICU દર્દીઓમાં વધુ ચેપ થવાની સંભાવના છે. ICU બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે અને મૃત્યુદર પણ વધશે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICUની સુવિધા નથી. માટે સરકાર દ્વારા ફાયર સેફ્ટીના નોમ્સમાં સુધારો કરવામાં આવે અને આવા હુકમ કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઈ પણ શાખાને સામેલ કરી તેનો નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકાર અને ડોક્ટરોની મડાગાંઠ વચ્ચે આજે પાટણ શહેર સહિત જિલ્લામાં આરોગ્યની સેવાઓ માટે અનેક દર્દીઓને હાલાકીઓનો (Emergency Services in Patan) સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details