જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરની સિવિલ હૉસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં વધારો નોંઘાયો છે. છેલ્લા 16 દિવસમાં શરદી- ખાંસીના 2272 કેસ અને ઝાડાના 1296 કેસ નોંધાયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં 400થી વધુ વાયરલ ફીવરના કેસ અને 2 મલેરિયાના કેસ સામે આવ્યા છે.
પાટણમાં વાયરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું - સિવિલ હૉસ્પિટલ
પાટણઃ જિલ્લામાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. વાયરલ ફિવર અને ઝાડા ઉલટી સહિતના રોગોના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણમાં વાઇરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું
પાટણમાં વાઇરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું
જિલ્લાભરના લોકો રોગચાળાની ઝપેટમાં છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. સફાઈથી લઈને જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી નથી. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.