પાટણઃઆગામી 13 જૂનથી રાજ્યમાં વર્ષ 2022-23 નું શૈક્ષણિક સત્ર શરૂ ( Offline school running in Gujarat)થયું છે. પાટણમાં બુક સ્ટોલ પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો ચોપડાની ખરીદી માટે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે પણ સ્ટેશનરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેને લઈ વાલીઓને ઉપર અસર વર્તાવા લાગી છે. પાટણ શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની શૈક્ષણિક કીટ લેવા (stationery prices in Gujarat)માટે વાલીઓને મોંઘવારીનો માર મારવો પડ્યો છે. ચાલુ વર્ષે નોટબુક અને ફુલ સ્કેપ ચોપડામાં 30 ટકાનો ભાવ વધારો થયો છે. ચાલુ વર્ષે ફુલ સ્કેપ ચોપડા 25 રૂપિયા થી લઇ 60 રૂપિયા સુધી ભાવે વેચાય છે જ્યારે નોટબુકો 25 થી લઇ 40 રૂપિયા ભાવે વેચાય છે.
આ પણ વાંચોઃવડોદરાના વાલીઓ શા કારણે ફંફોસી રહ્યાં છે ખિસ્સાં જાણો
દરેક વસ્તુઓમાં ભાવ વધારો -શહેરમાં ઘણા વર્ષોથી સ્ટેશનરીનો વ્યવસાય કરતાં ભરત પટેલે જણાવ્યું હતું કે હાલમાં દરેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કાગળોના ભાવ વધવાને કારણે નોટબુક અને ફુલસ્કેપ ચોપડાના ભાવમાં વધારો થયો છે. ભાવ વધવાના કારણે નોટબુક અને ચોપડામાં પાનાંની સંખ્યા ઘટતી થાય છે. હાલના સમયમાં શું લાવીને વેચવુ અને ગ્રાહકને કયા ભાવે આપવું તે મોટી સમસ્યા છે.
આ પણ વાંચોઃReopened Schools In Gujarat : બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાયા, આજથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ
વાલીઓના કિસ્સાઓ પર મોંઘવારીનો માર -રાજેશ મોદીના વાલીએ જણાવ્યું હતું કે હાલમાં સરકારે ખાનગી શાળાઓમાં ફી વધારી છે તો બીજી તરફ ચાલુ વર્ષે નોટબુક અને ચોપડાના ભાવમાં પણ વધારો થયો છે. જેને લઇને વાલીઓ વિમાસણમાં મુકાયા છે. સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષણ ન અપાતું હોવાને કારણે વાલીઓ ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને મૂકે છે.પાટણ જિલ્લાની 63 જેટલી ખાનગી શાળાઓને 10 થી 32 ટકા ફી વધારો કરવા એફ.આર.સી. કમિટીની લીલીઝંડી મળી છે. તો બીજી તરફ નોટબુક ચોપડા સહિતની સ્ટેશનરી પર ભાવ વધારો વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.