ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ પંથકમાં રવિ પાકોના વાવેતરમાં થયો વધારો - coronavirus

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પડેલા સારા વરસાદને પગલે ખેડૂતો દ્વારા રવી સીઝનમાં કુલ 1.88લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રકારના રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત્ત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 12 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર વધ્યું છે.

રવિ પાકો
રવિ પાકો

By

Published : Jan 3, 2021, 7:41 AM IST

Updated : Jan 3, 2021, 7:59 AM IST

  • પાટણ પંથકમાં રવિ પાકના વાવેતરમાં થયો વધારો
  • ચાલુ વર્ષે 1.88 લાખ હેક્ટરમાં થયું વાવેતર
  • ગત વર્ષ કરતાં 12385 હેકટરમાં વાવેતર વધ્યું
  • ચાલુ વર્ષે 10 ટકા વાવેતરમાં થયો વધારો
    પાટણ પંથકમાં રવિ પાકોના વાવેતરમાં થયો વધારો

પાટણ : જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે પણ ખેડૂતોએ પોતાની ખેતીની કામગીરી ખંતપૂર્વક ચાલુ રાખતા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પડેલા સારા વરસાદને પગલે ખેડૂતો દ્વારા રવી સીઝનમાં રાઈ, ઘઉં,ચણા, તમાકુ, જીરું,સવા, વરીયાળી ,શાકભાજી,ઘાસચારો,મેથી, અજમો, મળી કુલ 1,88,344 હેક્ટરમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 46590 હેક્ટરમાં ચણા,36157 હેકટરમાં ઘઉં, 4190 હેક્ટરમાં અજમો અને 28896 રાયડાનું તેમજ 3348 હેકટરમા જીરું,7147 હેકટરમા સવા,અને 1812 હેકટરમાં શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે 10 ટકા વાવેતરમાં થયો વધારો
ગત વર્ષે 175959 હેકટરમાં થયુ હતુ વાવેતર
ચાલુ વર્ષે 1.88 લાખ હેક્ટરમાં થયું વાવેતર

જિલ્લામાં ગત વર્ષે 1, 75, 959 હેક્ટર વિસ્તારમાં રવી પાકોનું વાવેતર થયું હતું ત્યારે ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદ અને સુજલામ સુફલામ કેનાલો ને કારણે પાટણ પંથકમાં 12385 હેકટર વિસ્તારમાં વાવેતર વધવા પામવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રવિ પાકોના વાવેતરમાં 10 ટકા જેટલો વધારો થયો છે.

Last Updated : Jan 3, 2021, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details