- વેકિસન લીઘા બાદ ચુંબકીય અસરની ઘટના
- પાટણમાં પણ સામે આવ્યો મેગ્નેટ મેનનો કિસ્સો
- સ્ટીલના વાસણો , મોબાઇલ, સીક્કા સહિત શરીર પર ચીપકી રહ્યા છે
પાટણ: કોરોના વેકસીન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસરો થતી હોવાના વિડિયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેનાથી પ્રેરાઇ પાટણમાં પણ કોરોના રસી લેનાર ભરત જોશી નામના વ્યક્તિએ પોતાના શરીર ઉપર અખતરો કરી ચમચી, ડીશ, મોબાઈલ ફોન જેવી ચીજ વસ્તુઓએ ચોંટાડતા તે ચોંટી ગઈ હતી. જેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ભરત જોશીએ જણાવ્યું હતું કે, બે-ત્રણ દિવસ પહેલા કોરોના રસી લીધી હતી પરંતુ વેક્સિંગથી કોઈ આડઅસર થઈ નથી તો સો ટકા લેવી જ જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Covishield Vaccine લીધા બાદ શરીરમાં આવી ગયો Magnetic Power, વૃદ્ધનો અજીબોગરીબ દાવો
- શરીરમાં ચુંબકીય ઘટનાનો વીડિયો વાયરલ થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું
- આરોગ્ય તંત્રના અધિકારીઓએ યુવકના ઘરે જઈ જાત નિરીક્ષણ કર્યું
- પરસેવાથી ચીજ-વસ્તુઓ શરીર પર ચોંટતી હોવાનો આરોગ્ય તંત્રનો દાવો