ગુજરાત

gujarat

ETV Bharat / state

HNG યુનિવર્સિટીની પરીક્ષામાં 200 વિદ્યાર્થીના પેપરના જવાબ સરખા, ગેરરિતીનો મામલો આવ્યો સામે - 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબ એક સરખા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એસ.સી સેમ 2ના બે (HNG university Bsc exam) અલગ અલગ વિષયમાં કુલ 229 વિદ્યાર્થીઓ એ વર્ગખંડમાં પુસ્તકમાંથી ઉત્તરવહીમાં એક જેવા જવાબો લખ્યા હોય મૂલ્યાંકન દરમિયાન નિરીક્ષકને માલુમ પડતાં ચોરી કર્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે. માસ કોપી કેસ નોંધી તેમના રિઝલ્ટ સ્થગિત કરી કાર્યવાહી માટે પરીક્ષા સમિતિમાં રજૂ થતા સમિતિએ બન્ને વર્ગખંડના પરીક્ષાના સીસીટીવી (HNG university Bsc exam CCTV ) ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. સુપર વાઇઝરોને નોટિસ ઇશ્યુ કરી ખુલાસો કરવા જણાવ્યુ છે.

HNG યુનિવર્સિટીની પરીક્ષામાં 200 વિદ્યાર્થીના પેપર જવાબ સરખા, ગેરરિતીનો મામલો આવ્યો સામે
HNG યુનિવર્સિટીની પરીક્ષામાં 200 વિદ્યાર્થીના પેપર જવાબ સરખા, ગેરરિતીનો મામલો આવ્યો સામે

By

Published : Apr 17, 2022, 5:25 PM IST

પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં યુનિવર્સિટીની 2021ની પરીક્ષામાં BSC સેમ 2 ના છાત્રોની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક પરીક્ષા સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબ એક સરખા ( HNG university Exam Results Postponed) લખ્યા હતા. તેમજ બીજા એક સેન્ટરના BSC સેમ 2 ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ એક જ જેવા ઉતરવહીમાં પ્રશ્નોના જવાબ લખ્યા હતા.

આ પણ વાંંચો:પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતનો સ્ટાફ દોષિત

યુનિવર્સીટીમાં ખળભળાટ: જ્યારે પરીક્ષા પૂર્ણ થયાબાદ આ ઉત્તરવહી મુલ્યાંકન માટે નિરીક્ષકના હાથમાં જતા ચકાસણી દરમિયાન એક જ જેવા પ્રશ્નોના જવાબ લખેલા હોય ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડતાં પરીક્ષા વિભાગને જાણ કરતા બન્ને વિષયમાં માસ કોપી કેસ નોંધવામાં આવ્યા હતા. અને આ બન્ને કેસ પરીક્ષા સમિતિની બેઠકમાં મુકાતા યુનિવર્સીટીમાં ખળભળાટ મચ્યો છે.

સુપરવાઈઝરોને નોટિસ ફટકારી: ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં બી.એસ.સી સેમ 2 માં 229 વિદ્યાર્થીઓએ એક સરખા જવાબ લખ્યાનું સામે આવ્યું છે. વર્ષ 2021 માં લેવાયેલ કેમેસ્ટ્રીની પરીક્ષામાં ગેરરીતિ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાના એંધાણને લઈ તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્ચો છે. યુનિવર્સીટીમાં મળેલી બેઠકમાં પરીક્ષા શુદ્ધિ સમિતિએ સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે અને સુપરવાઈઝરોને નોટિસ ફટકારી આ અંગે ખુલાસો કરવા જણાવ્યુ છે. પુસ્તકમાં જોઈ જવાબ લખ્યા હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરાઇ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ગેરરીતિનો અખાડો બનતી જઈ રહી હોવાનો સુર ઉઠ્યો છે.

આ પણ વાંંચો:કેન્દ્રએ NDA પરીક્ષામાં મહિલાઓને સામેલ થવાની આપી મંજૂરી, સુપ્રીમ કૉર્ટને આપી જાણકારી

સીસીટીવી ફૂટેજ 7 દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા સમિતિના અધ્યક્ષ હરેશ ચૌધરીએ આ મામલે જણાવ્યું હતું કે, પરીક્ષા સમિતિ સમક્ષ માસ કોપી કેસના બે અલગ-અલગ મુદ્દાઓ સામે આવ્યા હતા જેમાં 29 વિદ્યાર્થીઓની વાત પુરવાર થતાં તેઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય 173 વિદ્યાર્થીઓની કોપી કેસની બાબત એસેસમેન્ટ દરમિયાન સામે આવી છે. આ બાબતે ,વર્ગખંડના સીસીટીવી ફૂટેજ 7 દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપી છે. વર્ગખંડમા ફરજ પરના સુપરવાઈઝરોને કારણદર્શક નોટિસ ઇશ્યુ કરી ખુલાસો માંગવામાં આવ્યો છે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details