પાટણ : હારીજ APMCમાં મોટા પ્રમાણમાં સરકારી ટેકાના ભાવે ચણા ખરીદી કૌભાંડનો (Harij APMC Scam) પર્દાફાશ થયો છે. જેમાં ચણાનું વાવેતર નહીં કરતા ગામોના ખેડૂતોના નામે ઓનલાઇન એન્ટ્રીઓ બતાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હારીજ તાલુકાના અડીયા ગામમાં ચણાનું વાવેતર શૂન્ય હોવા છતાં 14 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા ગુરુવારે ETV Bharatની ટીમ અડીયા ગામે પહોંચી હતી. જ્યાં ગામના આગેવાનો અને સરપંચ ની મુલાકાત કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
અડીયા ગામમાં ચણાનું વાવેતર થયું ન હોવા છતાં 14 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું આ પણ વાંચો :લ્યો બોલો, આ તો કેવું તંત્ર...! એક માસના બાળક પર કરી વીજ ચોરીની ફરિયાદ
ચોંકાવનારી વિગત વાર -ગામના સરપંચે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં ગામમાં ચણાનું કોઈ (Chickpea Cultivation in Adia village) વાવેતર થયું નથી. ગામમાં મોટા પ્રમાણે એરંડા, કપાસ અને રાયડાનું વાવેતર થાય છે. ત્યારે 14 ખેડૂતોનું રજીસ્ટ્રેશન (Harij APMC Corruption) આશ્ચર્યજનક બાબત છે. તો ગામના વયોવૃદ્ધ ડાહ્યા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં ચણાનું વાવેતર થતું નથી. અગાઉ પાંચ હેક્ટરમાં વાવેતર થયું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ચણાનું વાવેતર થયું નથી.
આ પણ વાંચો :હારીજ આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ
"ખેડૂતો દ્વારા લવાયેલા દસ્તાવેજોને આધારે એન્ટ્રી" : આ સમગ્ર પ્રકરણ મામલે અડીયા ગ્રામ પંચાયતના વીસીએ રૂબરૂ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે મારું કામ ફક્ત ડેટા એન્ટ્રી કરવાનું છે ખેડૂતો જે આધાર (Chickpea Scam in Harij APMC) પુરાવા લઈને આવે તેના આધારે એન્ટ્રી કરવાની હોય છે ગામના ખેડૂતો તલાટીનો દાખલો સાતબાર નાઉતારા સહિતના દસ્તાવેજો લઈને એન્ટ્રી કરાવી ગયા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 1 માર્ચ ના રોજ મારા ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું હારીજ એપીએમસીના ચેરમેન ભગાભાઈ ચૌધરી બોલું છું ચણા ની એન્ટ્રીઓ તાત્કાલિક મને મોકલી આપો પણ હું તેમને ઓળખતો ન હોવાથી એન્ટ્રીઓ મોકલી ન હતી.
આ પણ વાંચો :Price hike in Wheat : રશિયા અને યુક્રેનના યુદ્ધના પગલે ઘઉંમાં તેજી, પણ આ છે મોટું કારણ
રાજ્ય સહિત પાટણ જિલ્લામાં બહુ ગાજેલા આ ચણા ખરીદી કૌભાંડમાં ધી હારીજ તાલુકા ખેત ઉત્પાદક(Harij Taluka Farm Producer) ખરીદ વેચાણ મંડળી લિ.ના ચેરમેન ભગા ચૌધરી સામે આક્ષેપો થઈ રહ્યા છે. વિધાનસભામાં ઊઠેલા આ પ્રકરણને પગલે રાજ્ય સરકાર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે તપાસના અંતે જ સત્ય હકીકત સામે આવશે.