ગુજરાત

gujarat

ETV Bharat / state

Bank Elections: પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 27 ટકા મતદાન નોંધાયું - પાટણ નાગરિક સહકારી બેંક

પાટણમાં સહકારી ક્ષેત્રે નામાંકિત અને પ્રતિષ્ઠિત એવી પાટણ નાગરિક સહકારી બેંકના 15 ડિરેક્ટરોની ચૂંટણી 11 જુલાઈને રવિવારે શહેરની એમ.એન.હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં સવારથી જ મતદાન મથક પર સભાસદ મતદારોએ લાઈન લગાવી હતી. આ ચૂંટણીમાં 23,000 સભાસદ મતદારોમાંથી 6,299 મતદારોએ મતદાન કરતા 27 ટકા મતદાન થયું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારની કોરોના ગાઇડ લાઇનનો ભંગ થયો હતો.

Bank Elections
Bank Elections

By

Published : Jul 11, 2021, 7:21 PM IST

● પાટણ નાગરિક સહકારી બેેંકના ડિરેક્ટરો માટે યોજાઈ ચૂંટણી
● 14 બેઠકો માટે 21 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું
● પ્રગતિશીલ પેનલના 14, પરિવર્તન પેનલના 6 અને 1 અપક્ષ ઉમેદવાર વચ્ચે યોજાઇ ચૂંટણી
● 23 હજાર સભાસદોએ 6,299 સભાસદ મતદારોએ કર્યું મતદાન
● મતદારોએ મતદાન મથકો ઉપર લગાવી લાઈન

પાટણ: શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર પાટણ નાગરિક સહકારી બેન્ક (Patan Citizens Co-operative Bank)ના 15 ડિરેકટરોની મુદત પૂરી થતાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં હાલમાં ચેરમેન પદે સત્તા સ્થાને રહેલા સુરેશ પટેલ સહિતનાવ 14 ડિરેક્ટરોએ પોતાની પ્રગતિશીલ પેનલ (Pragatisheel Panel) બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

6,299 મતદારોએ કર્યૂ મતદાન

આ પણ વાંચો: સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં 13 નિયામકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 30 જાન્યુઆરીએ મત ગણતરી

21 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો

આ પેનલને ટક્કર આપવા માટે પ્રગતિશીલ પેનલના 6 સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર મળી કુલ 21 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. અનુસૂચિત જાતિ (SC)ની એક બેઠક બિનહરીફ થતાં 14 સભ્યો માટેની ચૂંટણી યોજાઇ હતી. 23,000 સભાસદ મતદારો ધરાવતી બેંકની ચૂંટણી(Bank Election) રવિવારે શહેરની એમ.એન હાઇસ્કુલ ખાતે યોજાઇ હતી. જેમાં સવારથી જ સભાસદ મતદારોએ મતદાન કરવા લાઇન લગાવી હતી અને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધીમાં 6,299 સભાસદ મતદારોએ મતદાન કરતા 27 ટકા મતદાન થયું હતું.

પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ

● સાંજે 4:00 પછી મતદાન ગણતરી હાથ ધરાશે
● 6 ટેબલ ઉપર મત ગણતરી કરવામાં આવશે
● પ્રગતિશીલ પેનલ સત્તા જાળવી રાખશે કે પરિવર્તનશીલ પેનલ?

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો: વેરાવળ મર્કન્‍ટાઇ બેન્કની ચૂંટણીમાં 18માંથી 15 ડિરેક્ટર્સની બિનહરીફ વરણી

ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 4 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. પોસ્ટલ બેલેટ પેપરથી થયેલી આ ચૂંટણી દરમિયાન પ્રગતિશીલ પેનલ જ સત્તા જાળવી રાખશે કે પરિવર્તન પેનલના સભ્યો વિજેતા થઈ બેંકમાં પરિવર્તન લાવશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારની કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થયો હતો. મતદાનની લાઈન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ કે અન્ય નીતિનિયમો જળવાયા ન હતા.

ABOUT THE AUTHOR

...view details