ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોના બેકાબૂ, નવા 100 કેસ નોંધાયા - corona case in patan

પાટણ શહેર અને જિલ્લામાં મંગળવારથી સ્વયંભૂ અને સ્વૈચ્છિક રીતે એક સપ્તાહ માટે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારના રોજ પાટણ શહેર અને જિલ્લામાં કુલ મળીને 100 જેટલા કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા, જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 6,819 ઉપર પહોંચતા, આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો. શહેરીજનો અને જિલ્લાવાસીઓમાં પણ કોરોનાના વધતા જતા પોઝિટિવ કેસને લઈ ફફડાટ ઉભો થયો હતો. પાટણ શહેરમાં 38 નવા કોરોનાના કેસ નોંધાતા, શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,043 થઇ ગઇ છે.

પાટણમાં કોરોના બેકાબૂ, નવા 100 કેસ નોંધાયા
પાટણમાં કોરોના બેકાબૂ, નવા 100 કેસ નોંધાયા

By

Published : Apr 18, 2021, 11:09 PM IST

  • જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
  • નવા 100 પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6,819 થઈ

પાટણઃ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના સંક્રમણને લઈને સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધ્યા છે. જેને લઇને રોજેરોજ 100થી ઉપરના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રવિવારના રોજ પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના કુલ મળી 100 જેટલા કોરોના કેસ નોંધાયા છે.

પાટણમાં કોરોના બેકાબૂ

આ પણ વાંચોઃનવસારીમાં કોરોનાના નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં કુલ 100 કેસ નોંધાયા

પાટણ શહેર અને જિલ્લામાં રવિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં પાટણમાં 38, સિધ્ધપુરમાં 18, હારિજમાં 4, સરસ્વતીમાં 5, શંખેશ્વરમાં 9, સમીમાં 7, સાંતલપુરમાં 3, રાધનપુરમાં 3 અને ચાણસ્મામાં 10 કેસ કોરોના પોઝિટિવના મળીને પાટણ જિલ્લામાં કુલ 100 કેસ નોંધાયા હોવાથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો.

આ પણ વાંચોઃનંદેસરી ઔદ્યોગિક એકમના 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

લોકોને સચેત બનવા તંત્રની અપીલ

પાટણ શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા પ્રશાસન સહિત શહેરની અને જિલ્લાની સેવાકીય અને સામાજિક સંસ્થાઓ પણ કાર્યરત બની જિલ્લા વાસીઓને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details