ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વેપારીઓએ શરતોને આધીન દુકાનો ખોલી - Union Home Ministry

રાજ્ય સરકારના જાહેરનામા અનુસાર પાટણ શહેરમા 26 એપ્રિલના રોજ શરતોને આધીન દુકાનદારોએ દુકાનો ખોલી હતી. દુકાનો ખુલતા શહેરીજનોએ જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ લેવા દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી ખરીદી કરી હતી.

etv bharat
પાટણમાં વેપારીઓએ શરતોને આધીન દુકાનો ખોલી

By

Published : Apr 26, 2020, 6:59 PM IST

પાટણઃ દેશમાં કોરોના વાઇરસની મહામારીને લઈ કેન્દ્ર સરકારે છેલ્લા 33 દિવસથી લોકડાઉન અમલી બનાવ્યુ છે. આ લોકડાઉન દરમિયાન કરીયાણા, મેડિકલ તેમજ શાકભાજીની ખરીદી માટે બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કન્ટેન્ટમેન્ટ અને હોટ સ્પોટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં દુકાનદારો પોતાના ધંધા રોજગાર ચાલુ રાખી શકે તેવુ જાહેર નામુ બહાર પાડ્યુ હતું.

પાટણમાં વેપારીઓએ શરતોને આધીન દુકાનો ખોલી

જેનો રાજ્ય સરકારે અમલ કરતા શહેરમાં આજે સ્ટેશનરી, મોબાઈલ રિચાર્જ, ટાયર પંચર, ઇલેક્ટ્રિક, પીપરમિન્ટ, કટલરી, વાસણ તેમજ જવેલર્સની દુકાનો ખુલી હતી. જેથી શહેરીજનોએ જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ લેવા માટે દુકાનો પર સોસીયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી ખરીદી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ શહેરની બજારોમાં શરતોને આધીન ખૂલેલી દુકાનોમા દુકાનદારો શરતોનો ભંગ ન કરે તે માટે સતત પેટ્રોલિંગ કરી ગ્રાહકોને ફરજીયાત માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સિંગ રાખી ખરીદી કરવા સૂચનાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details