ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં પોલિટેકનિકના અધ્યાપકોએ દ્વારા કાળા વસ્ત્રો ધારણ કરી સાતમાં પગાર પંચનો વિરોધ - પોલિટેકનિકના અધ્યાપકો દ્વારા વિરોધ

પાટણ જિલ્લામાં કે.ડી. પોલિટેકનિકના અધ્યાપકોએ સાતમાં પગાર પંચના મામલે પોલિટેકનિકમાં કાળા વસ્ત્રો ધારણ કરીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો અને સાતમા પગારપંચની માંગ બુલંદ કરી હતી.

patan
પાટણમાં અધ્યાપકોએ કાળા વસ્ત્રો ધારણ કરી દર્શાવ્યો વિરોધ

By

Published : Feb 24, 2020, 6:15 PM IST

પાટણઃ રાજ્ય સરકાર દ્વારા વર્ગ 1થી 4ના તમામ અધિકારીઓને તારીખ 1 /1/2016થી સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ ટેકનિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેકનિક કોલેજના વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓને સરકાર દ્વારા સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી.

પાટણમાં અધ્યાપકોએ કાળા વસ્ત્રો ધારણ કરી દર્શાવ્યો વિરોધ

અધ્યાપક મંડળ દ્વારા આ મામલે અનેક વાર સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં સરકાર દ્વારા હજુ સુધી સાતમા પગાર પંચનો લાભ આપવા માટે કોઈ નિર્ણય લેવામાં ન આવતા અધ્યાપક મંડળ દ્વારા સમગ્ર રાજ્યની પોલિટેકનિક કોલેજોમાં કાળા વસ્ત્રો પહેરી વિરોધ પ્રદર્શિત કરવાની સૂચના આપતા પાટણ કે.ડી. પોલીટેકનિક કોલેજના વર્ગ-1 અને વર્ગ-2ના અધ્યાપકોએ કાળા વસ્ત્રો ધારણ કરી કોલેજ કેમ્પસમાં સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા.

વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોઇ અસર ન પડે તે માટે તમામ અધ્યાપકોએ વિરોધની સાથે સાથે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખ્યું હતું અને અધ્યાપકો દ્વારા એક અઠવાડિયા સુધી આ પ્રકારે વિરોધ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details