પાટણઃ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા બુધવારે બપોર બાદ શહેરની મુખ્ય બજારોમાં સેનિટાઇઝિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પાટણમાં નગરપાલિકા તંત્રએ મુખ્ય માર્ગો પર સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરી - Municipal party leader Manoj Patel
પાટણ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા બુધવારે બપોર બાદ શહેરની મુખ્ય બજારોમાં સેનેટાઇઝિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાથે જ મૃત્યું આંક પણ વધ્યો છે. જેને કારણે શહેરીજનો સહિત વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં વધી રહેલા સંક્રમણને મહદ અંશે કાબૂમાં લેવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા સમગ્ર શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગોને સેનિટાઈઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને બુધવારે બપોર બાદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના દોશીવટ બજારથી બગવાડા દરવાજા સુધીના મુખ્ય માર્ગ તેમજ દુકાન પર ફાયર ફાઈટરની મદદથી સેનેટાઇઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
મુખ્ય માર્ગો પર સેનેટાઈઝર કર્યા બાદ તબક્કાવાર શહેરના મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં પણ સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવશે. નગરજનો બિનજરૂરી બહાર ન નીકળે અને સરકારે સૂચવેલા નિયમોનું પાલન કરે તેવી અપીલ નગરપાલિકાના પક્ષના નેતા મનોજ પટેલે કરી છે.